હેડલાઈન :
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચને લઈ ઉત્સુક્તા
- ક્રિકેટ પ્રેમીઓમાં ફાઈનલ મેચને લઈ ભારે ઉત્સુકતા
- ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ખેલાશે ફાઈનલ જંગ
- દુબઈ આંતરરાષ્ટ્રીય ગ્રાઉન્ડ ખાતે રમાશે ફાઈનલ મુકાબલો
- ફાઈનલ મેચમાં ભારતીય ટીમનો હાથ ઉપર રહે તેવા સંજોગ
- ભારતીય ટીમ આ મેદાન ખાતે એક પણ મેચ હારી નથી
- ભારતે સેમિફાઈનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડને હરાવ્યુ હતુ
રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતીય ટીમનો હાથ ઉપર રહેશે.ભારતીય ટીમ 16 ફેબ્રુઆરીએ અહીં પહોંચી હતી અને ત્યારથી તે જ શહેરમાં છે. ટીમે અહીં રમાયેલી તેની ત્રણ લીગ મેચ બાંગ્લાદેશ,પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે આરામથી જીતી લીધી હતી અને સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને સરળતાથી હરાવ્યું હતું.
ભલે ન્યુઝીલેન્ડે સેમિફાઇનલ 50 રનથી જીતી લીધી પણ દુબઈની પિચ અને પાકિસ્તાનની પિચ વચ્ચે ઘણો તફાવત છે.ન્યુઝીલેન્ડની ટીમ ગુરુવારે દુબઈ પહોંચી હતી જ્યારે ભારત લગભગ 20 દિવસથી અહીં છે.રોહિત શર્માની ટીમે મંગળવારે પોતાની છેલ્લી મેચ રમી હતી.તેને બે દિવસનો રિકવરી સમય મળ્યો છે.ભારતીય ટીમ અહીં ત્રણ અલગ અલગ પીચ પર રમી છે.તેને અહીં ધીમી પિચ પર રમવાની ફાવટ આવી ગઇ છે.એટલું જ નહીં,ટીમે છેલ્લી બે મેચમાં એકસાથે ચાર સ્પિનરોને મેદાનમાં ઉતાર્યા છે.ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ કરતાં અહીંની પરિસ્થિતિમાં વધુ સેટ થઈ ગઈ છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે તમામ ગૃપ મેચોમાં વિજય મેળ્યો હતો.તેણે બાંગ્લાદેશને છ વિકેટથી હરાવ્યું હતું, પાકિસ્તાનને પણ છ વિકેટથી હરાવ્યું હતું અને ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું.જ્યારે સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવ્યું હતું.જ્યારે ન્યુઝીલેન્ડે ગૃપ મેચોમાં પાકિસ્તાનને 60 રનથી હરાવ્યું હતું અને બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું હતું.જ્યારે ભારત સામે ન્યુઝીલેન્ડનો 44 રનથી પરાજય થયો હતો.ન્યુઝીલેન્ડે સેમિ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવ્યું હતું.
આ મુજબ ભારતીય ટીમ માટે દુબઈની પીચ મદદરૂપ થઈ શકે છે.અને રેકોર્ડ પણ કંઈક એવુ જ દર્શાવે છે.જોકે છતા પણ ભારત કોઈ ચાન્સ લેવા નથી માંગતુ અને તેથી જ ટીમે અહી સખત પ્રેક્ટીસ કરી છે.ત્યારે હવે ક્રિકેટ પ્રમીઓ માટે રવિવારનો ફાઈનલ મુકાબલો નિહાળવો રસપ્રદ બની રહેશે.