હેડલાઈન :
- કોંગ્રેસ નેતા અને નેતા વિપક્ષ રાહલુ ગાંધીનો ગુજરાત પ્રવાસ
- રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે કરી મુલાકાત
- રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના નેતા-કાર્યકરોને કર્યુ સંબોધન
- રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસને આપ્યો જીતનો મંત્ર
- લોકોની વચ્ચે જઈ જનતાના કામ કરવા રાહુલ ગાંધીની શીખ
- 30 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં વનવાસ ભોગવી રહી છે : રાહુલ ગાંધી
- ગુજરાત કોંગ્રેસના અડધા નેતાઓ ભાજપ સાથે ભળેલા : રાહુલ ગાંધી
- ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીના નિવેદન અંગે કરી ટિપ્પણી
- રાહુલ ગાંધી હવે પોતાના જ પક્ષના લોકોને દોષ આપે છે : સુધાંશુ ત્રિવેદી
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને લોકસભા નેતા વિપક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે.વર્ષ 2027 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે,ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતની યાદ આવી છે.અને તેમાં પણ રાહુલ ગાંધી હવે આગામી સમયમાં ગુજરાતમાં ધામા નાંખશે તેવા સંકેત મળી રહ્યા છે.
હાલ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે તે પહેલા તેમણે ગુજરાતના કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકત કરી હતી.જાણવા મળી રહ્યુ છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓના ક્લાસ લીધા હતા.અને તે તેમના સંબોધનમાં જણાઈ આવતુ હતુ.તેમણે છેલ્લા 30 વર્ષથી વનવાસ ભોગવી રહેલ ગુજરાત કોંગ્રેસને જીતનો મંત્ર પણ આપ્યો હતો.
#WATCH अहमदाबाद, गुजरात: कांग्रेस सांसद और लोकसभा में विपक्ष के नेता राहुल गांधी ने कहा, "मैं गुजरात के युवाओं, किसानों, छोटे व्यापारियों और अपनी बहनों के लिए आया हूं। मैंने खुद से पूछा कि मेरी और कांग्रेस पार्टी की क्या जिम्मेदारी है? तकरीबन पिछले 30 सालों से हम यहां सरकार में… pic.twitter.com/ByYArTIyAN
— ANI_HindiNews (@AHindinews) March 8, 2025
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું,”હું ગુજરાતના યુવાનો,ખેડૂતો, નાના વેપારીઓ અને મારી બહેનો માટે આવ્યો છું.મેં મારી જાતને પૂછ્યું કે મારી અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી શું છે? અમે છેલ્લા 30 વર્ષથી અહીં સરકારમાં નથી.જ્યાં સુધી અમે અમારી જવાબદારી પૂરી નહીં કરીએ,ત્યાં સુધી ગુજરાતના લોકો અમને ચૂંટણીમાં વિજયી નહીં બનાવે.જે દિવસે અમે અમારી જવાબદારી પૂરી કરીશું,તે જ દિવસે ગુજરાતના બધા લોકો કોંગ્રેસ પાર્ટીને પોતાનો ટેકો આપશે.”
રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે વાતચીત કરી.આ બેઠક દરમિયાન ભૂતપૂર્વ ધારાસભ્યો અને પદાધિકારીઓએ કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોંગ્રેસનું નેતૃત્વ સંગઠિત રીતે લડે તો પરિવર્તન શક્ય છે. હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું મંચ પરથી કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતને રસ્તો બતાવી શકે નહીં.તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં બે પ્રકારના લોકો છે.એક જે જનતા સાથે ઉભો છે, જેના હૃદયમાં કોંગ્રેસની વિચારધારા છે અને બીજો જે જનતાથી દૂર છે.આમાંથી અડધા ભાજપ સાથે સંકળાયેલા છે.જ્યાં સુધી આપણે આ બે લોકોને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતના લોકો આપણા પર વિશ્વાસ નહીં કરે.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું, ‘જો આપણે કડક કાર્યવાહી કરીને 10, 15, 20, 30 લોકોને દૂર કરવા પડે, તો તેમને દૂર કરો.’ જો તમે અંદરથી ભાજપ માટે કામ કરી રહ્યા છો તો બહારથી પણ કામ કરો. તમને ત્યાં જગ્યા નહીં મળે, તેઓ તમને કાઢી મૂકશે.તેમણે વધુમાં કહ્યું, ‘ગઈકાલે હું વરિષ્ઠ નેતાઓ, જિલ્લા અને બ્લોક પ્રમુખોને મળ્યો.મારો ઉદ્દેશ્ય તમારા હૃદયને જાણવાનો અને સમજવાનો હતો.આ વાતચીતમાં સંગઠન,ગુજરાતની રાજનીતિ અને અહીંની સરકારની કામગીરીને લગતી ઘણી બાબતો પ્રકાશમાં આવી.પણ હું અહીં ફક્ત કોંગ્રેસ પાર્ટી માટે નથી આવ્યો, પરંતુ આ વિસ્તારના યુવાનો,ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે આવ્યો છું.
પોતાના જ પક્ષના નેતાઓ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતના લોકો એક વિકલ્પ ઇચ્છે છે.બી ટીમ નહીં. અમારી પાસે ઘણા બધા સિંહ છે.પણ તેઓ પાછળથી સાંકળોથી બંધાયેલા છે. મને કોંગ્રેસના સિંહ પર વિશ્વાસ નથી.તેમણે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને કહ્યું,’આપણા નેતાઓએ ગુજરાતના લોકો વચ્ચે જવું જોઈએ અને તેમની વાત સાંભળવી જોઈએ. આ બધું સરળતાથી કરી શકાય છે.ગુજરાતમાં વિપક્ષનો મત હિસ્સો 40 ટકા છે.જો આપણો મત હિસ્સો માત્ર 5 ટકા વધે તો આપણે અહીં સરકાર બનાવી શકીએ છીએ.હું ગુજરાતને સમજવા માંગુ છું,હું ગુજરાતના લોકો સાથે સંબંધ બાંધવા માંગુ છું.
#WATCH दिल्ली: भाजपा नेता सुधांशु त्रिवेदी ने कहा, "मुझे लगता है कि अपनी पार्टी, जनता, संवैधानिक संस्थाओं और मीडिया पर दोषारोपण करते-करते राहुल गांधी अपने लोगों पर भी दोषारोपण करने लगे हैं। मैं उन्हें सुझाव देना चाहूंगा कि वे दूसरों में दोष देखना बंद करें और आत्म अवलोकन करें…" pic.twitter.com/XDoqCR1QFd
— ANI_HindiNews (@AHindinews) March 8, 2025
તો વળી રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અને તેમના નિવદન અંગે ભાજપે પણ ટિપ્પણી કરી છે.ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, “મને લાગે છે કે રાહુલ ગાંધીએ પોતાના પક્ષ, જનતા,બંધારણીય સંસ્થાઓ અને મીડિયાને દોષ આપવાની સાથે સાથે પોતાના લોકોને પણ દોષ આપવાનું શરૂ કરી દીધું છે.હું તેમને બીજાઓમાં ખામીઓ શોધવાનું બંધ કરવા અને આત્મનિરીક્ષણ કરવાનું સલાહ આપવા માંગુ છું.”