હેડલાઈન :
- ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીત
- ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી
- રોહિત સેનાએ ઐતિહાસિક જીત મેળવી દુબઈમાં તિરંગોધ્વજ લહેરાવ્યો
- ભારતના વિજય બાદ દેશભરમાં નિકળ્યા વિજય સરઘસ
- વિજયોત્સવમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ જોડાયા હતા
- વિજયોત્સવ દરમિયાન કટ્ટ્રરપંથીઓનો કેટલીક જગ્યાએ કાંકરીચાળો
- ગુજરાત,મધ્યપ્રદેશ,તેલંગાણા અને મહારાષ્ટ્રમાં હિંસક બનાવો બન્યા
- વિજયોત્સવમાં હિંસક બનાવો બાદ સ્થાનિક પોલીસે બાજી સંભાળી
ભારત ICC ચેમ્પિયનશિપમાં વિશ્વ ચેમ્પિયન બન્યા પછી દેશમાં ઉજવણી દરમિયાન ઘણા વિસ્તારોમાં હિંસક ઘટનાઓ નોંધાઈ હતી.જેમાં મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,તેલંગાણા અને ગુજરાતમાં વિધર્મિ કટ્ટટરપંથીઓ દ્વારા વિજયોત્સવ દરમિયાન હિંસાનો આશરો લીધો હતો.
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી અને વિશ્વ ચેમ્પિયન બન્યું ત્યારે દેશ અને દુનિયામાં ઉજવણી થઈ હતી,પરંતુ તે જ સમયે,ઘણા શહેરોમાંથી તણાવના અહેવાલો પણ આવી રહ્યા છે.મધ્યપ્રદેશના મહુમાં ઉજવણી કરી રહેલી ભીડને નિશાન બનાવવામાં આવી હતી.ભીડ પર ભારે પથ્થરમારા સહિત ઘણી હિંસક ઘટનાઓ નોંધાઈ હતી.તો તેલંગાણાના કરીમનગરથી નાગપુર સુધી પોલીસે ટોળા પર લાઠીચાર્જ કર્યો છે.
ભારત ICC ચેમ્પિયનશિપમાં વિશ્વ ચેમ્પિયન બન્યા પછી દેશમાં ઉજવણી દરમિયાન ઘણા વિસ્તારોમાં હિંસક ઘટનાઓ નોંધાઈ હતી.મધ્યપ્રદેશના મહુમાં બે જૂથો આમને સામને આવી ગયા.જામા મસ્જિદ પાસે નીકળેલા ભીડના સરઘસમાં કેટલાક બેકાબૂ તત્વોએ વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કર્યો.આ મામલો ટૂંક સમયમાં પથ્થરમારા સુધી પહોંચી ગયો અને સમગ્ર વિસ્તારમાં અંધાધૂંધી અને અશાંતિનું વાતાવરણ સર્જાયું.
ઇન્દોરથી પણ આવી જ હિંસક અથડામણના સમાચાર સામે આવ્યા.મસ્જિદની આસપાસના વિસ્તારોમાં ઉજવણી કરી રહેલા ટોળા પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અરાજકતા ફેલાવવા માટે બદમાશોએ ભીડ પર પથ્થરમારો શરૂ કર્યો.આમાં બેકાબૂ ટોળાએ અનેક વાહનોમાં તોડફોડ કરી અને બે દુકાનોને પણ આગ ચાંપી દીધી.આ દરમિયાન ઘણા લોકો ઘાયલ પણ થયા.તે જ સમયે મહારાષ્ટ્રના નાગપુરથી પણ હિંસક અથડામણના ફોટા સામે આવ્યા જેમાં મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરવા માટે રસ્તાઓ પર ઉતર્યા હતા.તેમને કાબુમાં લેવા માટે પોલીસે પણ મોડી રાત્રે રસ્તાઓ પર ઉતરવું પડ્યું હતું.
તો વળી ગુજરાતમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના વિજય બાદ ગાંધીનગરના દહેગામના કસ્બા વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું.દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે પરાજિત કરી ત્રીજું ટાઇટલ જીત્યું હતું,જે બાદ શહેરમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું.જો કે,સરઘસ દરમિયાન તણાવ ઉભો થતા પથ્થરમારાની ઘટના બની હતી.
ઘર્ષણ વકરી જતા પથ્થરમારો શરૂ થયો જેમાં 15થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી.માર્ગ પર ઊભેલી કેટલીક ગાડીઓને પણ નુકસાન પહોંચાડાયું.બે વ્યક્તિઓ પર લાકડી વડે હુમલા થયા હોવાની પણ વિગતો સામે આવી છે.આ ઘટનાને પગલે વિસ્તારના વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો.
– પોલીસ દળો ઘટના સ્થળે દોડી ગયા
જ્યારે સ્થિતિ બગડતી જોવા મળી ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દહેગામ પહોંચ્યા અને મોટી સંખ્યામાં પોલીસ દળોની તૈનાતી કરવામાં આવી.પોલીસે ટોળાને વિખેરવા પ્રયત્નો કર્યા અને વધતા તણાવને કારણે અશાંત વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
– સ્થિતિ અંશતઃ કાબૂમાં
તંત્ર દ્વારા શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.અધિકારીઓએ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે.હાલમાં સ્થિતિ અંશતઃ નિયંત્રણમાં છે પરંતુ વિસ્તાર હજુ પણ સંવેદનશીલ છે.સ્થાનિકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે.