હેડલાઈન :
- ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સમાપન થયુ
- ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ બની વિજેતા
- ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવી ભારત વિજેતા
- ટ્રોફી એવોર્ડ સમારોહમાં PCB અધિકારીની ગેરહાજરી
- ICCએ આ મામલે યજમાન પાકિસ્તાનને ફટકાર લગાવી
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સમગ્ર મામલે સ્પષ્ટતા આપી
ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું. ભારતીય ટીમે આ ટુર્નામેન્ટ ત્રીજી વખત જીતી છે.ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પછી એવોર્ડ સમારંભ દરમિયાન વિવાદ થયો હતો.હકીકતમાં તે સમયે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PCBનો કોઈ અધિકારી સ્ટેજ પર હાજર નહોતો.આ ટુર્નામેન્ટ પાકિસ્તાનની યજમાનીમાં આયોજિત કરવામાં આવી હતી.હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC એ સમગ્ર મામલે સ્પષ્ટતા આપી છે.ICC એ યજમાન પાકિસ્તાનને ફટકાર લગાવી છે.
ICCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે PCBના વડા મોહસીન નકવી ઉપલબ્ધ નહોતા અને તેઓ દુબઈ આવ્યા ન હતા. મારા મતે ફક્ત બોર્ડના અધિકારીઓને જ પ્રેઝન્ટેશન સમારોહ માટે બોલાવી શકાય છે.આ માટે PCB તરફથી કોઈ અધિકારી ઉપલબ્ધ નહોતા. તેઓ PCB યજમાન હતા તેમને ત્યાં હોવું જોઈતું હતું.ICC એ સ્પષ્ટ કર્યું કે ફાઇનલ મેચ દરમિયાન PCBનો કોઈ અધિકારી સ્ટેડિયમમાં હાજર નહોતો.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પોતાના X એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે,’ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી,પરંતુ ફાઇનલ પછી PCBનો કોઈ પ્રતિનિધિ નહોતો.’પાકિસ્તાન યજમાન હતું.મને સમજાયું નહીં કે PCBમાંથી કોઈ ત્યાં કેમ નહોતું.