હેડલાઈન :
- કેનેડાના વડાપ્રધાન પદ માટે લિબરલ પાર્ટીના માર્ક કાર્ની ચૂંટાયા
- બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ની
- રાજરાકણમાં નવા જ આવેલા માર્ક કાર્ની હવે જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે
- માર્ક કાર્નીનો જન્મ કેનેડાના ઉત્તર-પશ્ચિમ પ્રદેશોના ફોર્ટ સ્મિથમાં થયો
- માર્ક કાર્નીએ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો
- માર્ક કાર્નીએ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિની આકરી ટીકા કરી
બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્નીની શાસક લિબરલ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાયા છે.આ સાથે તેઓ દેશના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.તેઓ જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે, જેમણે આ વર્ષની શરૂઆતમાં પદ પરથી રાજીનામું આપ્યું હતું. 59 વર્ષીય કાર્નીએ સભ્યોના 86 ટકા મત મેળવ્યા હતા.
રાજકારણમાં નવા આવેલા કાર્નીએ દલીલ કરી હતી કે તેઓ પક્ષને પુનર્જીવિત કરવા અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર વાટાઘાટોનું નેતૃત્વ કરવા માટે સૌથી યોગ્ય છે,જે કેનેડાના નિકાસ-આધારિત અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે તેવા વધારાના ટેરિફની ધમકી આપી રહ્યા છે.કેનેડામાં આ પહેલી વાર છે જ્યારે કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ વગરની બહારની વ્યક્તિ વડાપ્રધાન બનશે.કાર્નીએ કહ્યું કે બે G7 સેન્ટ્રલ બેંકોના ગવર્નર તરીકે સેવા આપનારા પ્રથમ વ્યક્તિ તરીકેનો તેમનો અનુભવ તેમને ટ્રમ્પ સાથે વ્યવહાર કરવા માટે સૌથી યોગ્ય બનાવે છે.
માર્ક કાર્નીનો જન્મ કેનેડાના ઉત્તરપશ્ચિમ પ્રદેશોના ફોર્ટ સ્મિથમાં થયો હતો.તેઓ અમેરિકા ગયા અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો.બાદમાં તેઓ યુનાઇટેડ કિંગડમ ગયા જ્યાં તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી 1995માં અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી અને પછી ડોક્ટરેટની પદવી મેળવી. કાર્નીને 2008માં બેંક ઓફ કેનેડાના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.તેમના નેતૃત્વને ઝડપથી માન્યતા મળી અને 2010માં, ટાઇમ મેગેઝિને તેમને વિશ્વના 25 સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક તરીકે નામ આપ્યું. 2011માં,રીડર્સ ડાયજેસ્ટ કેનેડાએ તેમને મોસ્ટ ટ્રસ્ટેડ કેનેડિયન જાહેર કર્યા. 2013માં, કાર્ની બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર બન્યા. તેઓ સંસ્થાના 300 વર્ષના ઇતિહાસમાં નેતૃત્વ કરનાર પ્રથમ બિન-બ્રિટિશ નાગરિક બન્યા. તેમણે 2020 સુધી આ પદ પર કામ કર્યું.
માર્ક કાર્નીની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ પર સતત દબાણ છે.તેમણે આ અંગેના પોતાના નિવેદનમાં ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે.
જોકે ટ્રમ્પે તાજેતરમાં જ ટેરિફની સમયમર્યાદા 4 એપ્રિલ સુધી લંબાવી છે,પરંતુ કેનેડા આ અંગે ટ્રમ્પ સરકારની સતત ટીકા કરી રહ્યું છે.પીએમ તરીકે ચૂંટાયા પછી તેમને ખુદ માર્ક કાર્ને દ્વારા પણ સખત ઠપકો આપવામાં આવ્યો છે. કાર્નેએ કહ્યું કે તેઓ પોતાની નીતિઓ દ્વારા અર્થતંત્રને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.ડોનાલ્ડ ટ્રમ્પે આપણે જે કંઈ બનાવીએ છીએ અને વેચીએ છીએ તેના પર અન્યાયી ટેરિફ લાદ્યા છે.તેમણે વધુમાં કહ્યું કે અમે તેમને સફળ થવા દઈશું નહીં.
માર્ક કાર્ને ક્યારેય કોઈ ચૂંટાયેલા પદ પર રહ્યા નથી અને સંસદના સભ્ય નથી.અમેરિકા સાથે વધતા સંઘર્ષને ધ્યાનમાં રાખીને આગામી ચૂંટણીઓમાં જે મુદ્દો સૌથી મજબૂત રીતે ઉભરી આવશે તે એ છે કે અમેરિકા દ્વારા ઉભા થયેલા પડકારો અને તેની સાથેના સંબંધોનો સામનો કરવા માટે કોણ શ્રેષ્ઠ ચહેરો હશે.કેનેડામાં વધતી રાષ્ટ્રવાદી લહેરને કારણે આગામી સંસદીય ચૂંટણીઓમાં લિબરલ પાર્ટીની શક્યતાઓ વધી ગઈ છે.