હેડલાઈન :
- મહાકુંભમાં ગંગા-યમુનાના પાણીના રિપોર્ટ મામલે નવો ખુલાસો
- CPCB ના નવા રિપોર્ટમાં મહાકુંભમાં પાણી મામલે મહત્વનો ખુલાસો
- અગાઉ અહેવાલમાં કહેવાયુ હતું કે પાણીની ગુણવત્તા ન્હાવા યોગ્ય નથી
- CPCB ના નવા રિપોર્ટ અનુસાર ગંગા-યમુનાનું પાણી ન્હાવા યોગ્ય હતુ
- પાણીની ગુણવત્તા મુખ્ય પરિમાણોને પૂર્ણ કરતી હોવાનું જાણવા મળ્યું
- નવો રિપોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGTને સુપરત કરવામાં આવ્યો
પ્રયાગરાજ મહાકુંભ સંપન્ન થઈ ગયો છે પરંતુ આ સમય દરમિયાન નદીના પાણીમાં ન્હાવાથી લોકો બીમાર થઈ શકે છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થયા હતા.અગાઉ એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે પાણીની ગુણવત્તા ન્હાવા માટે યોગ્ય નથી.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ CPCB એ તેના નવા અહેવાલમાં કહ્યું છે કે પ્રયાગરાજમાં તાજેતરમાં પૂર્ણ થયેલા મહાકુંભ મેળા દરમિયાન ગંગા અને યમુના નદીઓનું પાણી સ્નાન માટે યોગ્ય હતું.આ રિપોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGTને સુપરત કરવામાં આવ્યો છે.અહેવાલમાં જણાવાયું છે કે પાણીની ગુણવત્તા મુખ્ય પરિમાણોને પૂર્ણ કરતી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે ડેટામાં ભિન્નતાને કારણે આંકડાકીય વિશ્લેષણ જરૂરી હતું.હકીકતમાં, આ સમયગાળા દરમિયાન,પાણીના નમૂનાઓ અલગ અલગ સ્થળોએ અને અલગ અલગ તારીખે એકત્રિત કરવામાં આવ્યા હતા,જેના કારણે નદીના એકંદર પાણીની ગુણવત્તાનું ચોક્કસ મૂલ્યાંકન કરવું મુશ્કેલ બન્યું હતું.જોકે રિપોર્ટ 28 ફેબ્રુઆરીએ તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ તેને 7 માર્ચે NGT વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો હતો.
મહાકુંભ મેળા દરમિયાન CPCB એ 12 જાન્યુઆરીથી સાંજે 5 વાગ્યા સુધી દર અઠવાડિયે બે વાર પાણીનું નિરીક્ષણ કર્યું.આ કાર્ય ગંગા નદી પર પાંચ સ્થળોએ અને યમુના નદી પર બે સ્થળોએ નિષ્ણાત સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
મહાકુંભ સંપન્ન થઈ ગયો છે પરંતુ આ સમય દરમિયાન નદીના પાણીમાં સ્નાન કરવા અંગે પ્રશ્નો ઉભા થયા હતા કે શું તે લોકોને બીમાર કરી શકે છે. અગાઉ એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે પાણીની ગુણવત્તા નહાવા માટે યોગ્ય નથી.