હેડલાઈન :
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X વારંવાર થયુ ડાઉન
- એલોન મસ્કે કર્યો દાવો આ એક સાયબર હુમલો
- એલોન મસ્કને આ હુમલા પછળ યુક્રેન પર શંકા
- X ના વારંવાર ડાઉનટાઇમથી વપરાશકર્તાઓને સમસ્ય
- પોસ્ટને ઍક્સેસ કરવાથી લઈ એમ્બેડ કરવા સમસ્યા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના વારંવાર ડાઉન થયા બાદ,એલોન મસ્કે દાવો કર્યો છે કે આ એક સાયબર હુમલો છે અને તેની પાછળ યુક્રેનનો હાથ હોઈ શકે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના વારંવાર ડાઉનટાઇમને કારણે વપરાશકર્તાઓને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.સોમવારે X ઘણી વખત ડાઉન થયું.મંગળવારે પણ આ સમસ્યા જોવા મળી હતી.વિશ્વભરના વપરાશકર્તાઓ પોસ્ટને ઍક્સેસ કરવાથી લઈને તેને એમ્બેડ કરવા સુધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.હવે એલન મસ્કે પોતે આ સમસ્યા પર પોતાનું મૌન તોડ્યું છે.તેમણે કહ્યું કે X સતત સાયબર હુમલાઓનો ભોગ બની રહ્યું છે.
એલોન મસ્કના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ‘X’ માટે સોમવારનો દિવસ ખૂબ જ મુશ્કેલ સાબિત થયો.ફક્ત 6 કલાકમાં X વિશ્વભરમાં 3 વખત નીચે ગયો.જેના કારણે યુઝર્સ લોગ ઇન અને પોસ્ટ કરી શક્યા નહીં.મંગળવારે સવારે પણ X ને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.તેની અસર વેબ અને એપ યુઝર્સ પર દેખાય છે.હવે એલોન મસ્કે દાવો કર્યો છે કે X પર મોટો સાયબર હુમલો થયો છે.
– X પર મોટા પાયે સાયબર હુમલો : મસ્ક
મંગળવારે મસ્કે દાવો કર્યો હતો કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મોટા સાયબર હુમલા થઈ રહ્યા છે. મસ્કે પોસ્ટ પર સાયબર હુમલાની પુષ્ટિ કરી.મસ્કના મતે સાયબર હુમલા દરરોજ થાય છે પરંતુ આ ઘણા સંસાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો આની પાછળ કાં તો કોઈ મોટું જૂથ છે અથવા કોઈ દેશ સામેલ છે.મસ્કે શંકાની સોય યુક્રેન તરફ ફેરવી છે.
– મસ્કને યુક્રેન પર શંકા
એલોન મસ્કે દાવો કર્યો છે કે તેમના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ‘X’ પર વારંવાર સાયબર હુમલો થઈ રહ્યો છે.જેના માટે તેઓએ યુક્રેનને કઠેડામાં ઉભું કર્યું છે. મસ્કે કહ્યું છે કે અમને ખબર નથી કે ખરેખર શું થયું,પરંતુ યુક્રેન પ્રદેશમાંથી જનરેટ થયેલા IP સરનામાં ધરાવતા સાયબર હુમલાખોરોએ X સિસ્ટમને તોડી પાડી હતી અને તે એક મોટા પાયે થયેલ સાયબર હુમલો હતો.
સોમવારે X ની સેવાઓ 6 કલાકમાં ત્રણ વખત ખોરવાઈ હતી.બપોરે અડધા કલાક અને પછી સાંજે લગભગ 1 કલાક માટે X ની સેવાઓ ખોરવાઈ ગઈ.બપોરે 3 : 30 વાગ્યાની આસપાસ તે અડધા કલાક માટે બંધ રહ્યો, પછી સાંજે 7 વાગ્યાથી લગભગ એક કલાક માટે અને ફરીથી રાત્રે 8 : 30 વાગ્યાથી.
ડાઉનડિટેક્ટર મુજબ, લગભગ 53 ટકા સમસ્યાઓ વેબસાઇટ સંબંધિત હતી, 41 ટકા સમસ્યાઓ એપ્લિકેશન સંબંધિત હતી અને 6 ટકા સમસ્યાઓ સર્વર કનેક્શન સંબંધિત હતી.જ્યારે X બંધ હતું, ત્યારે વપરાશકર્તાઓ ફીડ રિફ્રેશ કરી શકતા ન હતા કે પોસ્ટ પણ કરી શકતા ન હતા.