હેડલાઈન :
- ઉત્તર પ્રદેશનું સંભલ ફરી એકવાર ચર્ચામાં આવ્યુ
- સંભલના દભૌરા ગામે ભાજપ નેતાની દિન દહાડે હત્યા
- ભાજપના નેતા ગુલફામ સિંહ યાદવને ધોળા દિવસે હત્યા
- બાઈક પર સવાર ત્રણ લોકોએ ઝેરી ઈન્જેક્શન મારે હત્યા કરી
- હત્યારાઓએ પહેલા ચરણ સ્પર્શ કરી અચાનક ઈન્જેક્શન માર્યુ
ઉત્તર પ્રદેશનો સંભલ જિલ્લો છેલ્લા કેટલાક મહિનાઓથી મુસ્લિમ કટ્ટરપંથીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે સતત ચર્ચામાં છે.એક ઘટના પ્રકાશમાં આવી છે જેણે લોકોને હચમચાવી દીધા છે.અહીં એક ભાજપના નેતાની હત્યા કરવામાં આવી હતી.હત્યા જે રીતે કરવામાં આવી તેનાથી પોલીસથી લઈને સામાન્ય લોકો સુધી દરેક વ્યક્તિ ચોંકી ગયા છે.
આ ઘટના સંભલના દભૌરા ગામની છે,જ્યાં ભાજપના નેતા ગુલફામ સિંહ યાદવને ધોળા દિવસે ઝેરી ઇન્જેક્શન આપીને હત્યા કરવામાં આવી હતી.70 વર્ષીય ગુલફામ તેમના ઘરની નજીક બેઠા હતા ત્યારે બાઇક પર સવાર ત્રણ યુવાનો અચાનક તેમની પાસે આવ્યા તેમના ચરણ સ્પર્શ કર્યા અને તેમને ઘેરી લીધા.તે કંઈ સમજે તે પહેલાં જ હુમલાખોરોએ તેમના પેટમાં ઝેરનું ઇન્જેક્શન આપીને ભાગી ગયા.ગુલફામ યાદવની તબિયત બગડતા તેમના પરિવારજનો તેમને તાત્કાલિક ગુન્નૌર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ ગયા પરંતુ જ્યારે તેમની હાલત નાજુક બની ગઈ, ત્યારે તેમને અલીગઢ રિફર કરવામાં આવ્યા પરંતુ અલીગઢ પહોંચતા પહેલા જ તેમનું રસ્તામાં મૃત્યુ થયું.
આ કેસમાં,સંભલના એસપી કે.કે.બિશ્નોઈ તરફથી એક નિવેદન આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે સોમવારે બપોરે પોલીસને દભૌરા ગામના વડા અને ભાજપ નેતા ગુલફામ સિંહ યાદવનું ઝેરી ઇન્જેક્શન આપીને મૃત્યુ થયું હોવાની માહિતી મળી હતી.તેમણે કહ્યું કે નજીકના સીસીટીવી કેમેરા સ્કેન કરવામાં આવી રહ્યા છે અને કેટલાક મહત્વપૂર્ણ સંકેતો મળ્યા છે જે લોકોએ યાદવને ઇન્જેક્શન આપીને મારી નાખ્યાં છે તેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.2004માં ગુનૌર વિધાનસભા પેટાચૂંટણીમાં ગુલફામસિંહ યાદવ મુલાયમ સિંહ યાદવ સામે ભાજપના ઉમેદવાર હતા.તેમણે અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા કાર્યવાહ,ભાજપ જિલ્લા મહાસચિવ અને પશ્ચિમ યુપીના ભાજપ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી.તેઓ લગભગ ત્રણ દાયકાથી રાજકારણમાં સક્રિય હતા.