હેડલાઈન :
- પશ્ચિમ બંગાળની મમતા સરકારના આશ્રય હેઠળ કટ્ટરપંથી પ્રવૃત્તિ
- કટ્ટરપંથી માનસિકતા ધરાવતા લોકો સતત ભારત વિરોધી પ્રવૃત્તિઓ
- કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાંથી સામે આવી આ પ્રકારની ઘટના
- અસામાજિક તત્વોએ આઝાદ કાશ્મીર અને ફ્રી પેલેસ્ટાઇનના સૂત્રો લખ્યા
- વિવાદાસ્પદ સૂત્રો યુનિવર્સિટીના ગેટ નંબર-3ની દિવાલ પર લખેલા જોવા મળ્યા
- પોલીસે ફરિયાદ આધારે અજાણ્યા તત્વો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
બંગાળની મમતા બેનર્જી સરકારના આશ્રય હેઠળ કટ્ટરપંથી માનસિકતા ધરાવતા લોકો સતત ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.તાજેતરનો કિસ્સો કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાંથી સામે આવ્યો છે જ્યાં અસામાજિક તત્વોએ આઝાદ કાશ્મીર અને ફ્રી પેલેસ્ટાઇનના સૂત્રો લખ્યા હતા.મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિવાદાસ્પદ સૂત્રો યુનિવર્સિટીના ગેટ નંબર-3ની દિવાલ પર લખેલા હતા.
– પોલીસે અજાણ્યા તત્વો સામે ગુનો નોંધ્યો
એક અહેવાલ મુજબ યુનિવર્સિટીના ગેટ નંબર-3 પાસેની દિવાલ પરના ચિત્રમાં કાંટાળા તાર સાથે બંધાયેલા ફૂલો સાથેનો હાથ દર્શાવવામાં આવ્યો છે.આ સાથે સૂત્રો પણ લખેલા છે.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતા BNS ની કલમ 61(ii) એટલેગુનાહિત કાવતરું અને 152 ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા માટે પ્રતિકૂળ કૃત્યો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.આ મામલે પોલીસે અજાણ્યા તત્વો સામે ગુનો નોંધ્યો છે.આ ઘટના પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે.આ પ્રવૃત્તિ અંગે TMC સરકાર સામે પ્રશ્નો ઉભા થયા છે,જ્યારે મમતા સરકારે આ બાબતનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે આ ડાબેરીઓનું કામ છે.
– નિષ્ફળતા છુપાવવા ડાબેરીઓ પર દોષારોપણ
જાદવપુર યુનિવર્સિટી તૃણમૂલ છાત્ર પરિષદ JUTMCPના વડા કિશાલે રોયે જણાવ્યું હતું કે કેમ્પસને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનતું અટકાવવા માટે કડક પગલાં લેવા જોઈએ.જ્યારે ડાબેરી માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી CPI-M એ આ આરોપોને નકારી કાઢ્યા છે.સીપીઆઈ(એમ)ના જાદવપુર યુનિવર્સિટી વિદ્યાર્થી સંગઠને કહ્યું છે કે તે આવી અલગતાવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપતું નથી.સીપીઆઈ(એમ) એ ટીએમસી પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે તે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે ડાબેરીઓ પર દોષારોપણ કરી રહી છે.