હેડલાઈન :
- પાકિસ્તાનમાં આખી ઝફર એક્સપ્રેસ હાઈજેક કરાઈ
- પાકિસ્તાનમાં બલૂચ આર્મીએ ટ્રેનને હાઇજેક કરી
- બલૂચ આર્મીએ 140 સૈનિકોને બંધક બનાવ્યા
- ટ્રેનમાં સવાર મુસાફરોને છોડી દેવામાં આવ્યા
- સેના-આતંકવાદીઓની અથડામણમાં 6 સૈનિકોના મો
- BLAના પ્રવક્તા જિયાંદ બલોચે હુમલાની જવાબદારી લીધી
પાકિસ્તાનમાં બલૂચ આર્મીએ ટ્રેનને હાઇજેક કરી છે.હાઇજેકને કારણે લગભગ 400 લોકો આતંકવાદીઓના કબજામાં ફસાઈ ગયા હતા.આ ટ્રેનમાં 140 સૈનિકો પણ મુસાફરી કરી રહ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં બલુચિસ્તાન આર્મીના આતંકવાદીઓ દ્વારા ઝફર એક્સપ્રેસમાં સવાર તમામ મુસાફરોને છોડી દેવામાં આવ્યા છે પરંતુ ટ્રેનમાં સવાર તમામ સૈનિકોને બંધક બનાવી લેવામાં આવ્યા છે.
– સેના-આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં 6 સૈનિકોના મોત
પાકિસ્તાની સેનાએ ટ્રેનને હાઇજેકર્સથી મુક્ત કરાવવાની જવાબદારી લીધી છે.જ્યારે સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 6 સૈનિકોના મોત થયા છે.બલુચિસ્તાન લિબરેશન આર્મીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે મશ્કાફ, ધાદર અને બોલાનમાં ટ્રેનને હાઇજેક કરવામાં આવી હતી.અમારા લડવૈયાઓએ પહેલા ટ્રેનના પાટાને બોમ્બમારાથી ઉડાવી દીધા ત્યારબાદ ટ્રેન બંધ થઈ ગઈ.
– સેના કાર્યવાહી કરશે તો બંધકોને મારી નંખાશે
BLA કહે છે કે ટ્રેન ટ્રેક પર ઉભી રહેતાની સાથે જ અમારા લોકોએ ટ્રેનનો કબજો સંભાળી લીધો.આતંકવાદી સંગઠનોનું કહેવું છે કે જો પાકિસ્તાની સેના કોઈ કાર્યવાહી કરશે તો બધા 140 બંધકોને મારી નાખવામાં આવશે. BLA એ પાકિસ્તાની સેનાને કડક ચેતવણી આપી છે કે જો તેમની સામે કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.સંગઠને ધમકી આપી હતી કે જો તેમના પર હુમલો કરવામાં આવશે, તો બધા બંધકોને મારી નાખવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પાકિસ્તાની સેનાની રહેશે.
– બંધકોમાં પાકિસ્તાની સૈનિકો
બંધકોમાં પાકિસ્તાન આર્મી,પોલીસ, આતંકવાદ વિરોધી દળ ATF અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ ISIના સક્રિય ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે જેઓ રજા પર પંજાબ જઈ રહ્યા હતા.BLA એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાની સેના કોઈ બદલો લેશે તો બધા બંધકોને મારી નાખવામાં આવશે. BLAના પ્રવક્તા જિયાંદ બલોચે હુમલાની જવાબદારી લીધી છે.