હેડલાઈન :
- ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના રંગ રોગાણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી
- સંભલ જામા મસ્જિદમાં રંગ રોગાણ મામલે અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય
- હાઈકાર્ટે સંભલ જામા મસ્જિદની બહારની દિવાલો પર સફેદ રંગ કરવા આપી મંજૂરી
- જસ્ટિસ રોહિત રંજનની કોર્ટનો ASI ને મસ્જિદની બહારની દિવાલોને સફેદ કરવા નિર્દેશ
- માળખાને કોઈ નુકસાન ન થાય તે માટે યોગ્ય લાઇટિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો
જસ્ટિસ રોહિત રંજનની કોર્ટે ASI ને મસ્જિદની બહારની દિવાલોને સફેદ કરવાનો નિર્દેશ આપ્યો.આ સાથે, માળખાને કોઈ નુકસાન ન થાય તે માટે યોગ્ય લાઇટિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
– સંભલમાં જામા મસ્જિદના રંગકામને પરવાનગી
બુધવારે અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના પેઇન્ટિંગ અંગેના મામલામાં સુનાવણી કરી.આ દરમિયાન ન્યાયાધીશ રોહિત રંજનની કોર્ટે ASI ને મસ્જિદની બહારની દિવાલોને સફેદ કરવાનો નિર્દેશ આપ્યો.આ સાથે જ માળખાને કોઈ નુકસાન ન થાય તે માટે યોગ્ય લાઇટિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે મસ્જિદ સમિતિએ પેઇન્ટિંગની પરવાનગી માટે સિવિલ રિવિઝન અરજી દાખલ કરી હતી.હવે આ મામલાની સુનાવણી 8 એપ્રિલે થશે.
કોર્ટે ASI અને સરકારને પૂછ્યું કે જો મસ્જિદ સમિતિએ 1927ના કરારનું ઉલ્લંઘન કર્યું હોય,તો કરાર રદ કરવા માટે કોઈ નોટિસ કેમ આપવામાં આવી નહીં.કોર્ટે કહ્યું કે જ્યારે ASI ને રાષ્ટ્રીય વારસાનું જતન કરવાનો અધિકાર છે તો તેણે પોતાની ફરજ કેમ ન નિભાવી?