હેડલાઈન :
- 11 માર્યે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ટ્રેન હાઈજેક કરાઈ
- બલુચિસ્તાન પ્રાંતના સિબ્બી જિલ્લામાં એકપ્રેસ ટ્રેમ હાઈજેક
- ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેન પર હિચકારો હુમલો
- પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર સશસ્ત્ર માણસોનો હુમલો
- પ્રતિબંધિત બલૂચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી
- BLA લંગઠને અલગ દેશની માંગ સાથે ટ્રેન પર સશસ્ત્ર હુમલો કર્યો
- પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત બલુચિસ્તાન પ્રાંત સ્વતંત્ર દેશ બને
મંગળવારે 11 માર્ચ,2025 બપોરે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના સિબ્બી જિલ્લામાં ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેન પર સશસ્ત્ર માણસોએ હુમલો કર્યો.આમાં લગભગ 500 મુસાફરોને પણ બંધક બનાવવામાં આવ્યા હતા.પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મી BLA એ આ હુમલાની જવાબદારી લીધી.આવો જાણીએ કે બલૂચ લિબરેશન આર્મી શું છે અને અલગ બલૂચિસ્તાનની માંગ અંગે તે કયો રસ્તો અપનાવે છે.
– BLAનો હેતુ
BLA ઇચ્છે છે કે પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત બલુચિસ્તાન પ્રાંત એક સ્વતંત્ર દેશ બને,જેની સરહદ ઉત્તરમાં અફઘાનિસ્તાન અને પશ્ચિમમાં ઈરાન સાથે જોડાયેલી હોય.બલુચિસ્તાનમાં અનેક બળવાખોર જૂથોમાં તે સૌથી મોટું છે.તેઓ દાયકાઓથી સરકાર સામે લડી રહ્યા છે.તેમનો દાવો છે કે પાકિસ્તાન સરકાર બલુચિસ્તાનના ગેસ અને ખનિજ સંસાધનોનું અન્યાયી રીતે શોષણ કરે છે.તેઓ સ્થાનિક સંસાધનો પર પોતાનો દાવો કરે છે.બલુચિસ્તાનનો પર્વતીય સરહદી પ્રદેશ બલુચ બળવાખોરો અને ઇસ્લામિક આતંકવાદીઓ માટે સલામત આશ્રયસ્થાન અને તાલીમ સ્થળ છે.
– BLA કેવી રીતે બન્યુ વધુ ખતરનાક ?
વર્ષ 2022માં BLA એ સેના અને નૌકાદળના ઠેકાણાઓ પર હુમલો કરીને સુરક્ષા એજન્સીઓને પડકાર ફેંક્યો.તેણે મહિલા ફિદાયીઓને તાલીમ આપી હતી અને કરાચી યુનિવર્સિટીમાં ચીની નાગરિકો પર હુમલા કર્યા હતા અને દક્ષિણ-પશ્ચિમ બલુચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ કર્યા હતા.તાજેતરમાં અનેક બલૂચ જૂથોના એક સંગઠને તે બધાને લશ્કરી માળખા હેઠળ એકસાથે લાવવાનો પ્રયાસ કર્યો.
– બલુચિસ્તાન કેમ ખાસ ?
બલુચિસ્તાન ચીનના 60 બિલિયન ડોલરના રોકાણ (CPEC)નો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.આમાં રેકો દિક જેવા ખાણકામ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે,જે વિશ્વની સૌથી મોટી સોના અને તાંબાની ખાણ કહેવાય છે. આજે આ પ્રાંત અસ્થિરતા અને સુરક્ષા ચિંતાઓને કારણે હેડલાઇન્સમાં છે.1948માં જ્યારે ભારત અને પાકિસ્તાન અલગ થયા,ત્યારે બલૂચો માટે અલગ દેશની માંગ સાથે બળવો શરૂ થયો.આ ઝુંબેશ 1950થી 1970ના દાયકા સુધી અનેક તબક્કામાં ચાલુ રહી.2003માં પરવેઝ મુશર્રફના કાર્યકાળ દરમિયાન, બળવાખોર પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો અને તેમણે બલુચી બળવાખોરો સામે અનેક કાર્યવાહી પણ શરૂ કરી હતી.