હેડલાઈન :
- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમીક્ષા બેઠક લીધી
- મુખ્યમંત્રી યોગીએ વારાણસીમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી
- ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકરો માટે કાયમી અવાજ નિયંત્રણ પર ભાર
- હોળીની ઉજવણીમાં મોટા અવાજે ડીજે પર પ્રતિબંધ મૂકવા નિર્દેશ
- નાણાકીય સંસ્થાઓ,દુકાનો,વાણિજ્યિક સ્થળોએ CCTV લગાવવા નિર્દેશ
- આદિત્યનાથે વિકાસ પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા પર પણ ભાર મૂક્યો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરતી વખતે ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકરો માટે કાયમી અવાજ નિયંત્રણ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર મુખ્યમંત્રીએ અધિકારીઓને હોળીની ઉજવણી દરમિયાન મોટા અવાજે ડીજે સંગીત પર કડક પ્રતિબંધ મૂકવાનો પણ નિર્દેશ આપ્યો છે.
સુરક્ષાના મહત્વ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ અધિકારીઓને બેંકો,નાણાકીય સંસ્થાઓ,દુકાનો અને વાણિજ્યિક સંસ્થાઓ સહિત મહત્વપૂર્ણ સ્થળોએ CCTV કેમેરા લગાવવાનો નિર્દેશ આપ્યો.આ ઉપરાંત તેમણે પ્રાણીઓની તસ્કરી પર કડક નજર રાખવાનો પણ આદેશ આપ્યો.તેમણે કોઈપણ પ્રકારની મિલીભગતમાં સંડોવાયેલા દાણચોરો,વાહન માલિકો અને પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી.
મુખ્યમંત્રીએ પ્રાદેશિક અધિક પોલીસ મહાનિર્દેશક પિયુષ મોરડિયાને રાજ્યમાં પશુ તસ્કરી પરના સંપૂર્ણ પ્રતિબંધના અસરકારક અમલીકરણની ખાતરી કરવા માટે જિલ્લાવાર સમીક્ષા કરવા નિર્દેશ આપ્યો. આદિત્યનાથે વિકાસ પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા પર પણ ભાર મૂક્યો,વિલંબ સામે ચેતવણી આપી અને અધિકારીઓને દરેક ચાલુ પ્રોજેક્ટ માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવા, સાપ્તાહિક નિરીક્ષણ કરવા અને પ્રગતિ અહેવાલો સબમિટ કરવા નિર્દેશ આપ્યો છે.