હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાયસીના સંવાદના 10 માં સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે
- ત્રણ દિવસીય પરિષદમાં વિશ્વભરના નેતાઓ વૈશ્વિક મુદ્દાઓ પર કરશે વિચાર વિમર્શ
- 125 દેશોના પ્રતિનિધિઓ આંતરરાષ્ટ્રીય સમુદાય સામેના પડકારજનક મુદ્દાઓ પર ચર્ચા કરશે
- ન્યુઝીલેન્ડના PM ક્રિસ્ટોફર લક્સન,US નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ ભાગ લેશે
- યુક્રેનના વિદેશ પ્રધાન આન્દ્રે ત્સિબિહા સહિત 20 દેશોના વિદેશ પ્રધાન પરિષદ પણ ભાગ લેશે
- રાયસીના સંવાદની 10મી એટલે કે 2025ની આવૃત્તિની થીમ ‘કાલચક્ર – લોકો,શાંતિ અને ગ્રહ’
પીએમ મોદી આજે રાયસીના સંવાદના 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે.આ ત્રણ દિવસીય પરિષદમાં, વિશ્વભરના નેતાઓ વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે ત્રણ દિવસીય રાયસીના સંવાદનું ઉદ્ઘાટન કરશે.જેમાં 125 દેશોના પ્રતિનિધિઓ આંતરરાષ્ટ્રીય સમુદાય સામેના સૌથી પડકારજનક મુદ્દાઓ પર ચર્ચા કરશે.રાયસીના સંવાદની 10મી આવૃત્તિમાં ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન, યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ અને યુક્રેનના વિદેશ પ્રધાન આન્દ્રે ત્સિબિહા પણ ભાગ લેશે.
પીએમ મોદી અને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન લક્સન 17 થી 19 માર્ચ દરમિયાન યોજાનારી રાયસીના સંવાદની 10મી આવૃત્તિનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે.આ પરિષદના મુખ્ય મહેમાન પીએમ ક્રિસ્ટોફર લક્સન છે.ઉદ્ઘાટન સત્રમાં લક્સન પણ ભાષણ આપશે.વિદેશ મંત્રાલય સાથે ભાગીદારીમાં ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત,આ ભારતનું ભૂરાજનીતિ અને ભૂ-અર્થશાસ્ત્ર પરનું મુખ્ય પરિષદ છે,જેમાં 125 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
રાયસીના સંવાદમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે,જેમાં ભૂતપૂર્વ રાજ્ય અને સરકારના વડાઓ, ઉદ્યોગ કપ્તાન,લશ્કરી કમાન્ડર,શિક્ષણવિદો,પત્રકારો વ્યૂહાત્મક બાબતોના વિદ્વાનો અને અગ્રણી થિંક ટેન્કના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.વિદેશ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે આ પરિષદમાં 20 દેશોના વિદેશ પ્રધાનો ભાગ લઈ રહ્યા છે.પહેલી વાર તાઇવાનના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારી સહિતનું પ્રતિનિધિમંડળ પણ આ પરિષદમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
એન્ટિગુઆ અને બાર્બુડાના વિદેશ પ્રધાન ઇપી ચેટ ગ્રીન રાયસીના ડાયલોગ 2025 માટે દિલ્હી પહોંચ્યા છે.આ પરિષદ માટે સ્લોવાક રિપબ્લિકના વિદેશ પ્રધાન જુરાજ બ્લાનર પણ દિલ્હી પહોંચ્યા હતા.ફિલિપાઇન્સના વિદેશ પ્રધાન એનરિક એ.મનાલો પણ દિલ્હી પહોંચી ગયા છે.સ્લોવેનિયા,લક્ઝમબર્ગ,લાતવિયા,મોલ્ડોવા,જ્યોર્જિયા, સ્વીડન, સ્લોવાક રિપબ્લિક, ભૂટાન, માલદીવ, નોર્વે, થાઇલેન્ડ, એન્ટિગુઆ અને બાર્બુડા, પેરુ, ઘાના, હંગેરી અને મોરેશિયસના વિદેશ પ્રધાનો પણ આ પરિષદમાં ભાગ લેશે.
આ દરમિયાન, ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન પણ ભારત પહોંચી ગયા છે.તેઓ રાયસીના ડાયલોગની 10મી આવૃત્તિના મુખ્ય મહેમાન છે.લક્સન 16 થી 20 માર્ચ સુધી ભારતની મુલાકાતે છે.તમને જણાવી દઈએ કે રાયસીના ડાયલોગ એ ભૂરાજનીતિ અને ભૂ-અર્થશાસ્ત્ર પર ભારતનું મુખ્ય પરિષદ છે,જે આંતરરાષ્ટ્રીય સમુદાય સામેના સૌથી પડકારજનક મુદ્દાઓને સંબોધવા માટે પ્રતિબદ્ધ છે.2025 આવૃત્તિની થીમ ‘કાલચક્ર – લોકો,શાંતિ અને ગ્રહ’ છે.સોમવારે ઉદ્ઘાટન સત્રમાં પીએમ લક્સન મુખ્ય ભાષણ આપશે.