હેડલાઈન :
- દિલ્હીમાં જનરલ બિપિન રાવત મેમોરિયલ લેક્ચરમાં આર્મી ચીફનો દાવો
- ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનો ચીન પર મોટો દાવો
- ચીન ભારતમ માટેગ્લોબલ સાઉથમાં પ્રગતિમાં અવરોધક : ઉપેન્દ્ર દ્વિવેદી
- ચીનની વધતી શક્તિ -વૈશ્વિક સ્તરે તેની ભૂમિકા સ્પર્ધા ઉભી કરે : ઉપેન્દ્ર દ્વિવેદી
- શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન પર નજીકથી નજર રાખવાની જરૂર : ઉપેન્દ્ર દ્વિવેદી
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે ચીનની વધતી શક્તિ અને વૈશ્વિક સ્તરે તેની ભૂમિકા ગ્લોબલ સાઉથમાં ભારત માટે સ્પર્ધા ઉભી કરે છે.તેના પ્રયત્નોમાં અવરોધ ઉભો કરે છે.આપણે SCO એટલે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન પર નજીકથી નજર રાખવાની જરૂર છે.
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ચીન અંગે મોટો દાવો કર્યો છે.તેમણે કહ્યું છે કે ચીન ભારતને ગ્લોબલ સાઉથમાં પ્રગતિ કરવા દેવા માંગતું નથી.તે અહીં સ્પર્ધા ઉભી કરે છે અને ભારતના પ્રયાસોને અવરોધે છે.દિલ્હીમાં જનરલ બિપિન રાવત મેમોરિયલ લેક્ચરમાં આર્મી ચીફે કહ્યું કે ભારતે ભવિષ્યના શક્તિ કેન્દ્ર તરીકે આફ્રિકાની સંભાવનાને ધ્યાનમાં લેવાની જરૂર છે.
ભારત સામેના પડકારો અંગે આર્મી ચીફે કહ્યું કે ચીનની વધતી શક્તિ અને વૈશ્વિક સ્તરે તેની ભૂમિકા ગ્લોબલ સાઉથમાં સ્પર્ધા પેદા કરે છે.તેની વ્યૂહાત્મક શક્તિ સુરક્ષાના દૃષ્ટિકોણથી પડકાર ઉભો કરે છે.હકીકતમાં ચીન ગ્લોબલ સાઉથના દેશોમાં એક મોટી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે અને ભારતને અહીં પ્રગતિ કરતા અટકાવી રહ્યું છે. તેના પ્રયાસોમાં અવરોધ આવી રહ્યો છે.
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે સૌથી વધુ વસ્તી,સૌથી મોટી લોકશાહી,7મું સૌથી મોટું ભૂમિ ક્ષેત્ર અને ભૂ-વ્યૂહાત્મક સ્થાન હોવા છતાં ભારત વૈશ્વિક રેન્કિંગમાં પ્રમાણમાં નીચું સ્થાન ધરાવે છે.આર્મી ચીફે કહ્યું કે બ્રિક્સને પણ નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો છે.આપણે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન પર નજીકથી નજર રાખવાની જરૂર છે.
આર્મી ચીફના આ શબ્દો ચીનના વધતા આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવને કારણે ભારત સામે આવી રહેલા પડકારોને સ્પષ્ટપણે સમજાવે છે.ચીનની વધતી જતી શક્તિ અને વૈશ્વિક સ્તરે તેની ભૂમિકા ભારતને ઘણા દ્રષ્ટિકોણથી અસર કરે છે.ચીનની વધતી જતી આર્થિક શક્તિ વૈશ્વિક વેપાર અને રોકાણને અસર કરી રહી છે,ત્યારે તેનો વ્યૂહાત્મક ઉદય ભારત માટે સુરક્ષા પડકારો ઉભા કરે છે.આ ભારત માટે માત્ર આર્થિક અને વ્યૂહાત્મક પડકાર નથી પરંતુ વૈશ્વિક નિર્ણયોને પ્રભાવિત કરવામાં પણ એક મોટો સંકટ છે.