હેડલાઈન :
- અમેરિકાની ધરતી પર કોઈ ભારત વિરોધી કોઈ પ્રવૃત્તિઓ નહીં
- ખાલિસ્તાનીઓને ભારત વિરોધી પ્રવૃત્તિ માટે અમેરિકામાં જગ્યા નહી
- તુલસી ગબાર્ડ અને NSA અજીત ડોભાલની બેઠકમાં સર્વસંમતિ
- અમેરિકામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓને જગ્યા ન આપવા પર સંમતિ
- સુરક્ષા ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાના માર્ગો પર પણ ચર્ચા કરી
- તુલસી ગબાર્ડ ગુપ્તચર વડાઓની બેઠકમાં હાજરી આપવા ભારત આવ્યા
હવે ખાલિસ્તાનીઓને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે અમેરિકામાં કોઈ જગ્યા નહીં મળે.રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજિત ડોભાલ અને યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ વચ્ચેની બેઠકમાં, અમેરિકામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓને જગ્યા ન આપવા પર સંમતિ સધાઈ હતી.
આ બેઠક અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.પરંતુ સૂત્રો અનુસાર બંને વચ્ચે સારી વાતચીત થઈ હતી.બંનેએ મુખ્યત્વે ભારત-અમેરિકા વૈશ્વિક વ્યૂહાત્ક ભાગીદારીને ધ્યાનમાં રાખીને ગુપ્ત માહિતીની આપ-લેને મજબૂત બનાવવા અને સુરક્ષા ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.ગબાર્ડ મુખ્યત્વે ગુપ્તચર વડાઓની બેઠકમાં હાજરી આપવા માટે ભારત આવ્યા છે.તેઓ 18 માર્ચે રાયસીના ડાયલોગમાં પણ ભાગ લેશે, જેના માટે તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના કોઈ ઉચ્ચ અધિકારીની આ પહેલી ઉચ્ચ સ્તરીય ભારત મુલાકાત છે.
NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાયેલી ગુપ્તચર વડાઓની પરિષદમાં ગબાર્ડ ઉપરાંત,ટોચના કેનેડિયન ગુપ્તચર અધિકારી ડેનિયલ રોજર્સ અને બ્રિટિશ ગુપ્તચર એજન્સી MI-6ના વડા રિચાર્ડ મૂર પણ હાજર હતા.આ પરિષદમાં આતંકવાદ અને ઉભરતી ટેકનોલોજીઓ દ્વારા ઉભા થયેલા જોખમો સહિત વિવિધ સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાત દરમિયાન તુલસીને મળ્યા હતા.તેઓ અમેરિકન રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ ‘બ્લેર હાઉસ’માં વડાપ્રધાન મોદીને મળનારા પ્રથમ અમેરિકન અધિકારી હતા.