હેડલાઈન :
- સુરત SOG પોલીસ ટીમને મળી મોટી સફળતા
- દેશના અર્થતંત્રને નબળુ પાડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો
- ભારતની કરન્સીને બનાવટી બનાવીને દેશમાં ઘુસાડવાનું ષડયંત્ર
- વહેલી સવારે સુરેશ ગુરુજી માવજી લાઠી દડીયાના ઘરે દરોડો પાડયો
- ભારતીય બનાવટની 500 ના દરની 18 નગ નકલી નોટ મળી આવી
- હાઈ ક્વોલિટીની ભારતીય બનાવટની 500 ના દરની 18 નકલી નોટ મળી
- હાઈ ક્વોલિટીની ભારતીય ચલણની નકલી નોટ સાથે બે યુવકોની ધરપકડ
ભારતીય બનાવટની ચલણી સુરતમાં વેચવા ફરી રહ્યો હોવાની બાતમી સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમને મળી હતી જેના આધારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની સ્પેશિયલ ઓપરેશન ટીમે દરોડો પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતના અર્થતંત્રને નબળું પાડવા માટે અન્ય દેશ દ્વારા ભારતની કરન્સીને બનાવટી કરન્સી બનાવીને દેશમાં ઘુસાડી દેશના અર્થતંત્રને ખોખળું કરવાના ઈરાદા પાર પાડે તે પહેલા સુરત શહેરના પુણા વિસ્તારમાં રહેતો સુરેશ ગુરૂજી લાઠી દડિયા ઉફે પટેલ તેના સાગરિત વિજય નરસિંહ ચૌહાણ સાથે પશ્ચિમ બંગાળના માલદા ખાતેથી ભારતીય બનાવટ ચલણી સુરતમાં વેચવા ફરી રહ્યો હોવાની બાતમી સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમને મળી હતી જેના આધારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની સ્પેશિયલ ઓપરેશન ટીમે આજે વહેલી સવારે સુરેશ ગુરુજી માવજી લાઠી દડીયા ના ઘરે દરોડો પાડયો હતો.
ઉલ્લેખનિય છે કે સુરેશ લાઠી દડીયા અગાઉ છ વાર ભારતીય બનાવટની જાલી નોટ પ્રકરણમાં ઝડપાઈ ચૂક્યો છે બે વખત એનાએ અને એક વખત એટીએસએ પકડાયો છે હાલમાં સુરત પોલીસ પશ્ચિમ બંગાળથી ચાલતું નેટવર્ક ને નેસ્ટે નાબૂદ કરવા માટે કેન્દ્રીય અને રાજ્યને અલગ એજન્સીઓની મદદ મેળવશે
દરોડાની કાર્યવાહી દરમિયાન હાઈ કોલેટી ભારતીય બનાવટની 500 ના દરની 18 નગ નકલી નોટ મળી આવી જેની કિંમત 9000 રૂપિયા થવા જાય છે.પૂછપરછ દરમિયાન આ નોટ વિજય નરસિંહ ચૌહાણ સાથે પશ્ચિમ બંગાળના માલદા ખાતેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું વધુ પૂછપરછ કરતા સુરેશ ગુરુજી ઉફે ચકોર માવજી લાઠી દડીયા અગાઉ પણ એના એ અને એટીએસ તેના વિરુદ્ધ જાલી નોટના કેસો કર્યા હતા છ જેટલા કેસોમાં ઈનવલ હતો દોઢ વરસ વર્ષ પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાનું પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું.સાથે આ નકલી નોટ પ્રકરણમાં સુરેશ અને વિજય ચૌહાણ પશ્ચિમ બંગાળના માલદા ખાતેથી તાહિર ઉફે કાલીયા રઇયુદિન શેખ એ આપ્યો હોવાનું જણાવ્યું હતું.
હાલમાં પોલીસે સુરેશ અને વિજયને ધરપકડ કરી વધુ તપાસ આદરી છે જ્યારે પશ્ચિમ બંગાળના માલદા શેખને વોન્ટેડ બતાવવામાં આવ્યું છે સુરત એસઓજી ના ડીસીપી રાજદીપ નકુમે જણાવ્યો મુજબ આ ભારતીય બનાવટની 500ના દરની નોટ અત્યંત બારીકથી બનાવવામાં આવી છે અને અને અસલ નોટ અને ડુપ્લીકેટ નોટમાં ફરક દેખાતું નથી તેમજ તેના માટે ચેક કરવા માટેનું સુરેશે મશીન ચેક કરવા માટે વસાવ્યું હતું આ બધું ના જાલી નોટ પકરણમાં કાચો માવો અને પાકો માવો નો કોડવર્ડ માં ઉપયોગ થતો હતો જેને પોલીસે આ કોડવર્ડ ઉકેલોમાં સફળતા પ્રાપ્ત થઈ છે કાચો માવો એટલે જાલી નોટમાં થોડી ખરાબી છે પાકો માવો એટલે જાલી નોટ બરાબર છે એવું કોડવર્ડ નો ઉપયોગ થતો હતો.
પોલીસ દેશના અર્થતંત્રને ખોખળુ કરતું ચલણી નોટ પ્રકરણમાં તપાસ ધમધમાટ શરૂ કરશે અને દેશની બહાર બેસેલા તત્વો સુધી પહોંચવાનો પ્રયાસ સુરત શહેર પોલીસ તેમજ રાજ્યની અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીના સંકલનથી હાથ ધરવામાં આવશે તેવું શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જણાવવામાં આવ્યું છે બંને આરોપીને પોલીસ વધુ દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે બંનેઉ યુવક ભાવનગર જિલ્લાના તળાજા અને પાલીતાણા ના વતની હોવાનું જાણવા મળ્યું હતું