હેડલાઈન :
- US ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબાર્ડની ભારત મુલાકાત
- તુલસી ગબાર્ડની NSA અજીત ડોભાલ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે બેઠક
- એક મુલાકાતમાં તુલસી ગાબાર્ડે અમેરિકા અને ભારત સંબંધો પર કરી વાત
- તુલસી ગાબાર્ડે શ્રીમદ્ ભગવદ ગીતાને જીવન મંત્ર બનાવ્યાની વાત કહી
- ટેરિફ મામલે US ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબાર્ડનું નિવેદન
યુએસ ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબાર્ડે ANI સાથેની એક મુલાકાતમાં કહ્યું,”વિશ્વના વિવિધ ભાગોમાં યુદ્ધ ક્ષેત્રોમાં સેવા આપતી વખતે કે હાલમાં આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ,તે ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને ભગવદ ગીતામાં આપેલા ઉપદેશો છે જેનો હું મારા શ્રેષ્ઠ અને ખરાબ સમયમાં ઉપયોગ કરું છું.”
યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે NSA અજિત ડોભાલ અને ઇન્ટેલિજન્સ ચીફ્સ સાથેની તેમની મુલાકાત અંગે જણાવ્યું હતું કે,”અહીં મેં જે બેઠકો કરી છે તે અમેરિકન રાષ્ટ્રપતિ અને પીએમ મોદીના સંયુક્ત વિઝન પર આધારિત છે કે આપણે ફક્ત ગુપ્તચર ક્ષેત્રમાં જ નહીં,પરંતુ વાણિજ્ય,વેપાર અને સંરક્ષણમાં પણ આપણા સંબંધોને કેવી રીતે એકીકૃત અને મજબૂત બનાવી શકીએ છીએ.મને યુએસ-ભારત ભાગીદારીમાં તક સિવાય બીજું કંઈ દેખાતું નથી.”
ચીન અંગે યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે કહ્યું,”રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના અભિગમ અને વડા પ્રધાન મોદીની તાજેતરની કેટલીક ટિપ્પણીઓ વિશે હું જે પ્રશંસા કરું છું તે એ છે કે તેઓ ખૂબ જ વ્યવહારિક છે અને તેઓ સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી આપણે કોઈપણ સંઘર્ષ ટાળી શકીએ.આપણા બધાનું લક્ષ્ય શાંતિ પ્રાપ્ત કરવાનું અને સ્થિરતા સુનિશ્ચિત કરવાનું છે.”
યુએસ ટેરિફ વ્યવસ્થા અંગે, યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે કહ્યું, “મેં ભારતીય સરકારી અધિકારીઓ પાસેથી સાંભળ્યું છે કે અહીં આપણા આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માટે વધુ શક્યતાઓ જોવાની તક છે. જ્યારે આપણે ટેરિફ પર નજર કરીએ છીએ, ત્યારે મને એ જોઈને આનંદ થાય છે કે તેઓ તેને ફક્ત નકારાત્મક દ્રષ્ટિકોણથી નહીં, પણ સકારાત્મક દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે…”
આ સાથે જ US ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબાર્ડે રાષ્ટ્રીય સલાહકાર NSA અજીત ડોભાલ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરી હતી.અને બંને દેશો માટે મહત્વના મુદ્દાઓ ખાસ કરીને સંરક્ષણ વિષય પર ચર્ચા કરી હતી.