હેડલાઈન :
- શ્રીમદ ભગવદ ગીતા એટલે હિન્દુઓનો પવિત્ર ધાર્મિક ગ્રંથ
- શ્રી કૃષ્ણના સ્વમુખે ઉચ્ચારાયેલ ઉપદેશ એટલે ભગવદ ગીતા
- કુરુક્ષેત્રના રણમેદાન વચ્ચે શ્રી કૃષ્ણએ અર્જુનને કર્મનો સિદ્ધાંત સમજાવ્યો
- હજારો વર્ષ બાદ પણ આજેય ભગવદ ગીતા લોકો માટે પથદર્શક
- દેશ ઉપરાંત વિદેશી નેતાઓએ પણ ભગવદ ગીતાને આત્મસાત કરી
- US નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ માટે ભગવત ગીતા પથદર્શક
- વૈશ્વિક નેતાઓએ ભગવદ ગીતામાં દર્શાવેલા સિદ્ધાંતોને આત્મસાત કર્યા
ભવગાન શ્રી કૃષ્ણએ મહારથી અર્જુનને કર્મનો સિદ્ધાંત સમજાવવા કુરુક્ષેત્રના રણ મેદાન વચ્ચે જે ઉપદેશ આપ્યો અને તેના આધારે જે ગ્રંથના રચના થઈ તે શ્રીમદ્ ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે જે વાત કરી અને તેમાંથી ગ્રંથ રચાયો તે ગ્રંથ એટલે શ્રીમદ્ ભગવત ગીતા આ ગ્રંથ આજે હિન્દુ ધર્મનો ધર્મગ્રંથ બની રહ્યો છે.અનેક મહાનુભાવોએ તેના ગુઢ અને રહસ્ય મયી વાત મુકી છે.
કુલ 18 અધ્યાયમાં ભઘવાન શ્રી કૃષ્ણએ જીવનનો સાર સમજાવ્યો છે,જીવન જીવવાની ઉત્તમ પદ્ધતિ દર્શાવી છે.જે આજે હજારો વર્ષો પછી પણ લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે એટલું જ નહી પણ તે જીવનના સંઘર્ષ કે શ્રેષ્ઠતા બંને માટે પથદર્શક બની રહ્યો છે.આ વાત કેવળ ભારતીયો જ નહા પણ વિશ્વભરના લોકો અને તેમાં પણ ખાસ કરીને વૈશ્વિક નેતાઓએ પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સિદ્ધાંતોને આત્મસાત કર્યા છે.
હાલ અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ ભારતની મુલાકાતે આવ્યા છે.તેમણે એક વાર્તાલાપમાં કહ્યું કે શ્રીમદ્ ભગવદ્ ગીતા તેમના દરેક નિર્ણયનો આધાર છે તેમણે કહ્યું, જ્યારે પણ ખરાબ કે સારો સમય આવે છે,ત્યારે શ્રી કૃષ્ણ અને શ્રીમદ્ ભગવદ્ ગીતા હંમેશા મને રસ્તો બતાવે છે.શ્રી કૃષ્ણ અને ભગવદ ગીતા હંમેશા મારી સાથે છે.તુલસી ગબાર્ડે 2013 માં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં શપથ લીધા હતા,જ્યારે તેઓ ભગવદ ગીતા પર હાથ રાખીને પ્રથમ હિન્દુ અમેરિકન કોંગ્રેસ સભ્ય બન્યા હતા.
આપણા શાસ્ત્રોમાં કહેવાયુ છે કે જ્યારે પણ તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચો. આ તમને રસ્તો બતાવે છે.ઘણા મહાન વિદ્વાનોએ આ મંત્ર અપનાવ્યો છે.હવે અમેરિકન નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે પણ આ જ વાત કહી છે.તુલસી ગબાર્ડે કહ્યું,“વિશ્વના વિવિધ ભાગોમાં યુદ્ધ ક્ષેત્રોમાં સેવા આપતી હોય કે હાલમાં આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ,તે ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને ભગવદ ગીતામાં આપેલા ઉપદેશો છે જેનો હું મારા શ્રેષ્ઠ અને ખરાબ સમયમાં ઉપયોગ કરું છું.” તુલસી ગબાર્ડે 2013 માં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં શપથ લીધા હતા,જ્યારે તેઓ ભગવદ ગીતા પર હાથ રાખીને પ્રથમ હિન્દુ અમેરિકન કોંગ્રેસ સભ્ય બન્યા હતા.તુલસી ગબાર્ડ ભગવાન કૃષ્ણના ભક્ત છે અને તેમણે ઘણી વખત ભગવદ ગીતાને તેમના આધ્યાત્મિક પ્રેરણા તરીકે ઉલ્લેખ કર્યો છે.
– વૈશ્વિક નેતાઓ પણ શ્રીમદ ભગવદ ગીતાથી પ્રેરિત
– બરાક ઓબામા
યુનાઇટેડ સ્ટેટ્સના 44 મા રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીના દર્શનના પ્રભાવ વિશે વાત કરી છે,જે ભગવદ ગીતાથી પ્રેરિત હતા.
– જસ્ટિન ટ્રુડો
કેનેડાના પ્રધાનમંત્રીએ ભગવદ ગીતાને પ્રેરણા તરીકે ગણાવીને માઇન્ડફુલનેસ અને ધ્યાનના મહત્વ વિશે વાત કરી હતી
– જેસિન્ડા આર્ડર્ન
ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રીએ ભગવદ ગીતાને પ્રભાવ તરીકે ગણાવીને સહાનુભૂતિ અને કરુણાના મહત્વ વિશે વાત કરી હતી.
– મલાલા યુસુફઝાઈ
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાએ ભગવદ ગીતાને પ્રેરણા તરીકે ગણાવીને અહિંસા અને ક્ષમાના મહત્વ વિશે વાત કરી હતી.
– ત્સાઈ ઈંગ-વેન
તાઈવાનના રાષ્ટ્રપતિએ તેમના વિશ્વ દૃષ્ટિકોણને આકાર આપવામાં ભગવદ ગીતા સહિત બૌદ્ધ અને હિન્દુ દર્શનના મહત્વ વિશે વાત કરી છે.
– નરેન્દ્ર મોદીની વૈશ્વિક ક્રિયાપ્ર-તિક્રિયાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાક ઓબામા,જસ્ટિન ટ્રુડો અને શિન્ઝો આબે સહિત અનેક વિશ્વ નેતાઓને ભગવદ ગીતા ભેટમાં આપી છે,જે આધુનિક સમયમાં તેની સુસંગતતા પર પ્રકાશ પાડે છે.