હેડલાઈન :
- સુનિતા વિલિયમ્સ 9 મહિના બાદ અવકાશથી પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા
- અવકાશમાં 286 દિવસ વિતાવ્યા બાદ બુચ વિલ્મોર -બે અન્ય સાથે પરત ફર્યા
- સ્પેસએક્સનું ડ્રેગન અવકાશયાન અવકાશયાત્રીઓને લઈન ફ્લોરિડા કિનારે ઉતર્યુ
- વિલિયમ્સ-વિલ્મોરને બોઇંગના નવા સ્ટારલાઇનર અવકાશયાનનું પરીક્ષણ મોકલ્યા હતા
- અવકાશયાનને તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો જેથી વારંવાર વિલંબ થયો
ભારતીય મૂળના અને ગુજરાતનું ગૌરવ સુનિતા વિલિયમ્સ આખરે 9 મહિના બાદ હેમખેમ અવકાશથી પૃથ્વી પર પરત ફર્યા છે.ત્યારે દેશ અને દુનિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
#WATCH अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन पर 9 महीने तक फंसी रहने के बाद, सुनीता विलियम्स मुस्कुराहट के साथ धरती पर वापस आ गई हैं।
(Source-NASA TV via Reuters) pic.twitter.com/N37Q3jQFvU
— ANI_HindiNews (@AHindinews) March 18, 2025
#WATCH स्पलैशडाउन सफल रहा। स्पेसएक्स क्रू-9 वापस धरती पर आ गया।
अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन (ISS) पर 9 महीने तक फंसे रहने के बाद, नासा के बोइंग स्टारलाइनर अंतरिक्ष यात्री सुनीता विलियम्स और बुच विल्मोर वापस धरती पर आ गए हैं।
(Source – NASA TV via Reuters) pic.twitter.com/Dte6oJovBI
— ANI_HindiNews (@AHindinews) March 18, 2025
ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 286 દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા છે.અવકાશ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર સુનિતા અને બેરી વિલ્મોર સાથે પરત આવેલું અવકાશયાન સવારે 3.27 વાગ્યે અમેરિકાના ફ્લોરિડામાં સમુદ્રતળ પર ઉતર્યું હતું.એલેક્ઝાન્ડર ગોર્બુનોવ ફ્લોરિડાના તલ્લાહસીમાં સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનમાં પૃથ્વી પર પાછા ફર્યા હતા.સફળ સ્પ્લેશડાઉન પછી,નિક હેગ, બુચ વિલ્મોર, સુનિતા વિલિયમ્સ અને રોસકોસ્મોસ અવકાશયાત્રીઓ એક પછી એક ખુશીથી હાથ હલાવતા અને સ્મિત કરતા પાછા આવ્યા હતા.
– સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાનને પાછા ફરવામાં 17 કલાક લાગ્યા
સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાનને નાસાના અવકાશયાત્રીઓ બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ સાથે પૃથ્વી પર પાછા ફરવામાં 17 કલાક લાગ્યા. ઉલ્લેખનીય છે કે રશિયાના સોયુઝ અવકાશયાનને અવકાશથી પાછા ફરવામાં માત્ર સાડા ત્રણ કલાકનો સમય લાગે છે. તો, પ્રશ્ન એ છે કે, ડ્રેગનને આટલો સમય કેમ લાગ્યો? વાસ્તવમાં મિશનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આટલો સમય લેવામાં આવ્યો હતો. ઉપરાંત, પૃથ્વી પરના હવામાનનું વિશ્લેષણ કરવામાં આવ્યું, તે પછી જ ડ્રેગન સમુદ્રમાં ઉતર્યું હતું.
– રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યું
રાજનાથ સિંહે ટ્વીટ કરીને સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર સુરક્ષિત પાછા ફરવા પર ખુશી વ્યક્ત કરી. રાજનાથ સિંહે લખ્યું, ‘નાસાના ક્રૂ-9ના સુરક્ષિત વાપસીથી ખુશ છું. ભારતની પુત્રી સુનિતા વિલિયમ્સ અને ક્રૂમાં સમાવિષ્ટ અન્ય અવકાશયાત્રીઓએ અવકાશમાં માનવ સહનશક્તિનો એક નવો ઇતિહાસ લખ્યો છે. સુનિતા વિલિયમ્સની અદ્ભુત યાત્રા, સમર્પણ અને લડાઈની ભાવનાએ વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપી છે. તેમનું પુનરાગમન આનંદની ક્ષણ છે. આનાથી આપણને બધાને ગર્વ થયો છે. ક્રૂને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવનારા બધાને અભિનંદન અને આભાર.