હેડલાઈન :
- સુનિતા વિલિયમ્સના વતન ઝુલાસણમાં ખુશીનો માહોલ
- ઝુલાસણના સ્થાનિકો આતશબાજી કરી લોકો ઝુમી ઉઠયા
- સુનિતા વિલિયમ્સના ફોટા સાથે ગામમાં શોભાયાત્રા નીકળશે
- મંદિરમાં પ્રજવલિત કરાયેલ અખંડ દીવા સાથે શોભાયાત્રા નીકળશે
- મહેસાણાનું ઝુલાસણ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું છે પૈતૃક ગામ
ભારતીય મૂળના અને ગુજરાતનું ગૌરવ સુનિતા વિલિયમ્સ આખરે 9 મહિના બાદ હેમખેમ અવકાશથી પૃથ્વી પર પરત ફર્યા છે.ત્યારે દેશ અને દુનિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
#WATCH महेसाणा, गुजरात: अंतरिक्ष यात्री सुनीता विलियम्स के पैतृक गांव झुलासन में सीपी गज्जर हाई स्कूल के छात्रों ने पृथ्वी पर उनकी सुरक्षित वापसी का जश्न मनाने के लिए गरबा प्रदर्शन किया। pic.twitter.com/qRyNmkgMF5
— ANI_HindiNews (@AHindinews) March 19, 2025
– સુનિતા વિલિયમ્સ પાછા ફરતા વતન ઝુલાસણમાં ખુશીનો માહોલ
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ફરતા તેમના વતન મહેસાણાના ઝુલાસણમાં ખુશીનો માહોલ છવાયો છે. આજે વિલિયમ્સની ફોટા સાથે શોભાયાત્રા નીકળશે અને ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 9 મહિના પહેલા પ્રજવલિત કરાયેલા અખંડ દીવા સાથે શોભાયાત્રા નીકળશે. ગ્રામજનોએ સુનિતા સહી સલામત પરત આવે તે માટે દીવો કર્યો હતો જે દોલા માતાજી મંદિરમાં રખાયો હતો.
– સમગ્ર ઝુલાસણ ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
સુનિતા વિલિયમ્સના ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, ગ્રામજનોએ મોડી રાત્રે આતશબાજી કરી હતી અને એકબીજાને મીઠુ મો પણ કરાવ્યુ હતુ. ગ્રામજનોનું કહેવું છે કે સુનિતાને કોઈ તકલીફ ના પડે પરત ફરવામાં તે માટે રાત દિવસ પ્રાર્થના કરવામા આવતી હતી, ત્યારે સહી સલામત રીતે પરત ફર્યા છે માટે ગ્રામજનો ઢોલના તાલે ઝુમી ઉઠયા હતા. સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે, અને પિતરાઈ ભાઈએ મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી છે. અમદાવાદમાં પરિવાર-સોસાયટીના સભ્યોએ મોડી રાત્રે ઉજવણી કરી છે.
– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુશી વ્યક્ત કરી
સુનિતા વિલિયમ્સની આવકાશમાંથી 9 મહિના બાદ પૃથ્વી પર વાપસી થતા ગુજરાતભરમા ઉત્સાહ જોવા મળે છે.ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ અંગે પોતાની ખુશી વ્યક્ત કરી છે.તેમણે કહ્યુ કે ખૂબ લાંબા સમયથી અવકાશમાં ફસાયેલ ગુજરાતની દિકરી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીઓ હેમખેમ પરત ફર્યા છે.જે ખૂબ જ આનંદની વાત છે.તેઓ તંદુરસ્ત રહે અને ભગવાન તેમની મનોકાસના પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ પણ તેમણે પાઠવી હતી.
– સુનિતા વિલિયમ્સને PM મોદીનો પત્ર
ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ફર્યા છે. જોકે, તેમના પાછા ફરતા પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુનિતા વિલિયમ્સને લખાયેલો એક પત્ર સામે આવ્યો છે. પીએમ મોદીએ આ પત્ર 1 માર્ચે સુનિતા વિલિયમ્સને લખ્યો હતો. આ પત્રમાં તેમણે સુનિતાના સુરક્ષિત વાપસીની કામના કરી હતી.