હેડલાઈન :
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા મળશે
- આગામી 21,22,23 માર્ચના રોજ બેંગલુરુ ખાતે મળશે પ્રતિનિધિ સભા
- સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરજીએ આપી માહિતી
- પ્રતિનિધિ સભામાં સંઘના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવત હાજર રહેશે
- પ્રતિનિધિ સભામાં સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેજી હાજર રહેશે
- સહ સરકાર્યવાહો-સંઘ પ્રેરિત 32 સંસ્થાઓનાં પદાધિકારીઓ હાજર રહેશે
- સંઘના શતાબ્દિ વર્ષને કેન્દ્રમાં રાખી ચર્ચા બાદ મહત્વના નિર્ણયો લેવાશે
- અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં બે મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કરાશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ખૂબ જ મહત્વની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેંગલુરુ ખાતે આગામી 21,22 અને 23 માર્ચ એમ ત્રણ દિવસ માટે મળશે.આ બેઠકની માહિતી માટે સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરજીએ પરત્રકાર પરિષદ યોજી હતી.
– ચાર વર્ષ બાદ બેંગલુરુમાં સંઘની બેઠક
સુનિલ આંબેકરજીએ જણાવ્યુ કે ચાર વર્ષ બાદ બેંગ્લોરમાં ફરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા મળશે.આગામી 21,22, અને 23 માર્ચ એમ ત્રણ દિવસીય પ્રતિનિધિ મંડળની સભા મળશે.આ બેઠકમાં દેશભરમાંથી અપેક્ષિત પ્રતિનિધિ હાજર રહેશે.સાથે જ સંઘના પદાધિકારીઓ,અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.તેમણે કહ્યું કે 21 માર્ચના રોજ સવારે 9 વાગ્યે બેઠકનો પ્રારંભ થશે જે 23 માર્ચ સાંજ સુધી ચાલશે.
– નિર્ણયની દ્રષ્ટિથી સંઘની ખૂબ જ મહત્વની બેઠક
સુનિલ આંબેકરજીએ જણાવ્યુ કે પ્રતિવર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આખિલ ભારતીય પ્રતિનિધિ મંડળની સભા મળે છે.અને નિર્ણયની દ્રષ્ટિથી જોવાય તો સંઘની આ ખૂબ જ મહત્વની બેઠક ગણાય છે.બેઠકના પ્રારંભે જ સંઘ સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેજી ગત વર્ષ 2024-25 નું વૃત્તાંત એટલે કે રિપોર્ટ રજૂ કરશે.જેમા ગત વર્ષે સંઘની શાખાની સ્થિતિ,કાર્યવાહી અને યોજાયેલ કાર્યક્રમો વગેરેની વિગતો આપશે.સાથે જ દેશભરના પ્રાંતોએ જે કર્યો કર્યા છે.તે પણ રજૂ કરશે.તો વળી પાછલા વર્ષમા ઘટનાઓ,કાર્યક્રમોમાં સંઘની ભમિકા પણ તેઓ રજૂકરશે.
– સંઘ શતાબ્દિ વર્ષની ઉજવણી કરશે
સુનિલ આંબેકરજીએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને આ વર્ષે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.વર્ષ 1925 માં વિજયાદશમીના રોજથી મહારાષ્ટ્રના નાગપુરથી સંઘનું કાર્ય શરૂ થયુ હતુ.અને ત્યારબાદ તેનો દેશભરમાં વિસ્તાર થયો.ત્યારે 100 વર્ષ નિમિત્તે જે કાર્યવિસ્તારની જે યોજના હતી.તેનું વિવરણ પણ સમિક્ષા થશે.જે લક્ષ્ય રાખવામાં આવ્યા હતા તેની પણ સમીક્ષા થશે.વિજયા દશમી 2025થી વિજયાદશમી 2026 આ એક વર્ષ એ સંઘનો શતાબ્દિ વર્ષ ગણવામાં આવશે.અને આ શતાબ્દિ વર્ષ નિમિત્તે જે પણ કાર્યક્રમ,ઉપક્રમ થનાર છે તે અંગ પણ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.અને બેઠકના અંતે આ તમામ નિર્ણયો સાર્વજનિક કરવામાં આવશે. પત્રકારોને પણ માહિતી આપવામાં આવશે.
સુનિલ આંબેકરજીએ જણાવ્યુ કે સામાન્ય રીતે સમાજના બધા જ લોકો વચ્ચે સંઘના વિચારો,સંઘનું કાર્ય પહોંચે,વિચારોની સ્પષ્ટતા કરવી,એ બધુ જ શતાબ્દિ વર્ષમાં કરવામાં આવશે.સાથે જ સમાજના ઘણા લોકોના સહભાગીતા છે.સ્વયંસેવકોએ જેટલા પણ કાર્યો કર્યા છે. તેના સાથે સમાજના લોકોની સહભાગીતા કેવા રીતે વધે તે સંદર્ભે પણ આ બેઠકમાં આહવાન કરવામાં આવશે.
– પંચ પરિવર્તન સંઘનું મુખ્ય કેન્દ્ર
આંબેકરજીએ કહ્યુ કે પંચ પરિવર્તન બાબતે પણ આ સભામાં વ્યાપક ચર્ચા થશે.તેમાં પણ સમાજના લોકો,સામાજિક સંસ્થાઓને કેવી રાતે જોડવામાં આવે કેવી રીતે સહભાગી બનાવાય તે અંગે કાર્ય પધ્ધતિ અંગે પણ વિસ્તૃત ચર્ચા આ બેઠકમાં થશે.પંચ પરિવર્તનમાં સામાજિક સમરસતા,પરિવાર પ્રબોધન,પર્યાવરણ સુરક્ષા,સ્વદેશી આગ્રહ અને નાગરિક કર્તવ્ય એમ પાંચ વિષયો પર ખાસ યોજના બનશે.
મુખ્યરૂપે જ્યારે પણ આવા કાર્યક્રમો કે બેઠક મળે ત્યારે દેશભરમાંથી કાર્યકરો હાજર રહે છે.અને તેઓના તેમના સ્થાને ઉપસ્થિત થતી પરિસ્થિતિ,તેમના અનુભવ જેમાં રાષ્ટ્ર સાથે જોડાયેલી રાષ્ટ્ર સુરક્ષા,દેશનું હિત વગેરે સૌ સમક્ષ મુકશે.અને તે મુજબ આગળની યોજનાઓ અંગે નિર્ણય થશે.
– પ્રતિનિધિ સભામાં બે મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ થશે
સુનિલ આંબેકરે કહ્યુ કે ખાસ કરીને આ બેઠક દરમિયાન બે પ્રસ્તાવ બેઠકના અનુમોદન માટે મુકવામાં આવશે.અને મંજૂરી બાદ તે પ્રતિનિધિ સભામાં મુકાશે અને ચર્ચા કરવામાં આવશે.જેમા પહેલો પ્રસ્તાવ એ હશે કે બાંગ્લાદેશની ઘટના અને હાલની પરિસ્થિતિ આગળની ભૂમિકા અંગે સંદર્ભે ચર્ચા કરી નિર્ણય કરવામાં આવશે.બીજો પ્રસ્તાવ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની યાત્રા એ સંદર્ભે હશે.જેમાં સમાજ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ અને આગામી યોજનાઓ પર પણ ચર્ચા થશે કે સંઘ આગામી સમયમાં કેવા કાર્યક્રમ અને વિચાર કેવા હશે.
તેમણે આગળ કહ્યુ કે આપણે સૌ જાણીએ છિએ કે દેશના ઈતિહાસમાં ઘણા એવા વીર અને વીરાંગનાઓ થઈ ગયા જેમણે દેશની એકતા અને અખંડિતતા,સુરક્ષા માટે પોતાનું વિશેષ યોગદાન આપ્યુ.આ જ ભૂમિ એટલે કે બેગ્લુરુની ભૂમિથી રાણી અબક્કાએ જે પોતાનું યોગદાન આપ્યુ જેમનો જન્મ 1525 એટલે લગભગ 500 વર્ષ પહેલા થયો હતો.તેમના વિશેષ યોગદાનને ગૌરવાન્વીત કરવા એક વક્તવ્ય પણ બેઠકમાં ગોઠવવામાં આવશે.
– સંઘ શિક્ષા અને પ્રશિક્ષા વર્ગ યોજાશે
વિશેષ રૂપે સંઘના સ્વયંસેવકો જે શાખામાં કાર્ય કરે છે તે કાર્યોને વધુ સુદ્રઢ બનાવવાને હેતુથી સેવયંસેવકોને શિક્ષિત કરવા માટે આયોજન કરાય છે.તે મુજબ આગામી વર્ષે જે સંઘ શિક્ષા વર્ગ યોજાનાર છે.કાર્યકર્તા વિકાસ વર્ગ પ્રથમ અને કાર્યકર્તા વિકાસ વર્ગ દ્વિતીય આ દ્વિતિય વર્ગનું નાગપુરમાં જ આયોજન થાય છે.બાકીના પ્રાંતોમાં આયોજીત થાય છે.તો આ વર્ષે કુલ 95 પ્રશિક્ષણ વર્ગનું આયોજન થશે.સામાન્ય રીતે એપ્રિલથી જૂન વચ્ચે આ વર્ગોનું આયોજન થતુ હોય છે.તેની વિશેષતા એ હશે કે 40 વર્ષથી નિચેની વયના સ્વયંસેવકો માટે 72 વર્ગ થશે.તો 40 થી 60 વર્ષની વયના સ્વયંસેવકો માટે 23 વર્ગોનું આયોજન થશે.
સુનિલજીએ જણાવ્યુ કે શતાબ્દિ વર્ષના કાર્યક્રમ,ઉપક્રમને કેન્દ્રમા રાખીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો. મોહનજી ભાગવત ,સંઘ સરકાર્યવાહ સહિત સંઘના અન્ય અગ્રણીઓના દેશ ભરમાં કાર્યક્રમો અંગે પણ નિર્ણય થશે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આયોજીત આ અખિલ ભારતીય પ્રતિનિધિ બેઠકમાં સર સંઘચાલક ડો.મોહનજી ભાગવત,સંઘ સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેજી,તમામ સહ સરકાર્યવાહ,સહિત સંઘના પદાધિકારીઓ,સાથે સંઘ પ્રેરિત 32 જેટલી સંસ્થાઓના પદાધિકારોઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.
સુનિલ આંબેકરે અહીં ઉલ્લેખ કર્યો હતો કે ABPS-4 વર્ષના અંતરાલ પછી બેંગલુરુમાં યોજાઈ રહ્યું છે. 32 સંઘ પ્રેરિત સંગઠનો અને જૂથોના સંગઠન મંત્રીઓ સંગઠન સચિવ અથવા સહ સંગઠન મંત્રીઓ સંયુક્ત સંગઠન સચિવ 3 દિવસીય આ બેઠકમાં ભાગ લેશે.ભારતીય મજૂર સંઘના પ્રમુખ,રાષ્ટ્ર સેવિકા સમિતિ પ્રમુખ સંચાલિત વંદનીય શાંતક્કા જી,ભાજપના જે.પી.નડ્ડા જી,ABVPના રાજ શરણ,VHP પ્રમુખ આલોક કુમાર, વનવાસી કલ્યાણ આશ્રમના સત્યેન્દ્ર સિંહ,વિદ્યા ભારતી અને અન્ય ઘણી સંસ્થાઓ ABPSમાં હાજર રહેશે.
રવિવાર 23 માર્ચે સવારે 11.30 વાગ્યે સરકારીવાહ દત્તાત્રેય હોસાબલે પત્રકાર પરિષદને સંબોધિત કરશે અને ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરશે એમ તેમણે જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક વર્ષોમાં સંઘના કાર્ય અંગેના પ્રશ્નના જવાબમાં સુનિલ આંબેકરજીએ જણાવ્યું હતું કે સંઘના કાર્યકર્તાઓ દેશભરમાં કાર્ય ફેલાવવા માટે રાષ્ટ્ર નિર્માણ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ છે.તેમણે એમ પણ કહ્યું કે લાખો યુવાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે આગળ આવી રહ્યા છે.