હેડલાઈન :
- મુસ્લિમ મહિલાઓએ હિન્દુ છોકરીને રોઝા રાખવા મજબૂર કરી
- ઝાંસીમાં સામે આવ્યો ધર્મપરિવર્તન માટે લલચાવવાનો મામલો
- શહનાઝ ઉર્ફે સનાએ કિશોરીને રોઝા રાખવા-નમાઝ પઢવા ઉશ્કેરી
- હિન્દુ છોકરીએ ત્રણ-ચાર દિવસ સુધી રોઝા રાખી નમાઝ અદા કરી
- દિકરીના પરિવારે ધર્માંતરણ પ્રયાસ અંગે પાલીસમાં ફરિયાદ નોંધાવી
- હિન્દુ સંગઠનોએ તેને ધર્માંતરણનું કાવતરું ગણાવ્યું અને વિરોધ કર્યો
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં 16 વર્ષની હિન્દુ છોકરીને ધર્મ પરિવર્તન માટે લલચાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એવો આરોપ છે કે પડોશમાં રહેતી શહનાઝ ઉર્ફે સનાએ કિશોરીને રોઝા રાખવા અને નમાઝ પઢવા માટે ઉશ્કેરી હતી.
– ધર્મ પરિવર્તનનો પ્રયાસ કેવી રીતે થયો?
છોકરી અને શહેનાઝ મિત્રો હતા અને બંને પરિવારો એકબીજાના ઘરે આવતા હતા.એવો આરોપ છે કે શહનાઝે કિશોરીને કહ્યું હતું કે રોઝા રાખવા અને નમાઝ પઢવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે અને તે ધનવાન બનશે.આના પર છોકરીએ ત્રણ-ચાર દિવસ સુધી રોઝા રાખ્યા અને નમાઝ અદા કરી.જ્યારે છોકરીના પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેમણે તેનો વિરોધ કર્યો.આ પછી ગુરુવારે 13 માર્ચ, 2025 ના રોજ શહનાઝ અચાનક છોકરીના કાકાના રૂમમાં ઘૂસી ગઈ અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.કાકાએ તેને રોકી અને પોલીસને જાણ કરી પણ પોલીસ આવતાની સાથે જ શહેનાઝ ત્યાંથી ભાગી ગઈ.
– હિન્દુ સંગઠનોનો વિરોધ
આ ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ હિન્દુ સંગઠનોએ તેને ધર્માંતરણનું કાવતરું ગણાવ્યું અને વિરોધ કર્યો. છોકરીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની પુત્રીને ફસાવવાનો અને ધર્મ પરિવર્તન માટે ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સીઓ સિટી સ્નેહા તિવારીએ જણાવ્યું હતું કે શહેનાઝ વિરુદ્ધ ધર્મ પરિવર્તન માટે ઉશ્કેરણી કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.પોલીસે આ સંદર્ભમાં બે મહિલાઓની ધરપકડ કરી છે.આ મામલો સંવેદનશીલ હોવાથી પોલીસ સતર્ક છે અને વિસ્તારમાં શાંતિ જાળવવાનો પ્રયાસ કરી રહી છે.