હેડલાઈન :
- PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક
- BHIM-UPI ને લઈ કેન્દ્રીય કેબિનેટનો મહત્વનો નિર્ણય
- કેન્દ્ર સરકારનો નાના વેપારીઓન માટે મોટો નિર્ણય
- હવે રૂ.2000 સુધીના વ્યવહારો પર મળશે વિશેષ લાભ
- ઓછા મૂલ્યના ‘ભીમ-યુપીઆઈ’ વ્યવહારોને પ્રોત્સાહન
ઓછા મૂલ્યના ‘ભીમ-યુપીઆઈ’ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ઓછા મૂલ્યના વ્યવહારો પર નાના વેપારીઓને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી છે.આ અંતર્ગત નાના વેપારીઓને 2000 રૂપિયાથી ઓછા મૂલ્યના UPI વ્યવહારો પર 0.15 ટકાનું પ્રોત્સાહન મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
– નાના વેપારીઓ માટે સારા સમાચાર
બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં આ પ્રોત્સાહન માટે 1500 કરોડ રૂપિયાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે.વેપારીઓને આપવામાં આવતી વ્યવહાર યોજના હેઠળ બે શ્રેણીઓ બનાવવામાં આવી છે.જેનો સીધો ફાયદો નાના વેપારીઓને થશે.નાના વેપારીઓને 2,000 રૂપિયા સુધીના વ્યવહારો માટે MDR ઉપરાંત પ્રોત્સાહનો મળશે,જ્યારે મોટા અને નાના વેપારીઓને 2,000 રૂપિયાથી વધુના વ્યવહારો માટે શૂન્ય MDR મળશે.MDR એ દરેક વ્યવહાર પર વેપારીઓને ચુકવણી કરવા માટે સેવા પ્રદાતા દ્વારા વસૂલવામાં આવતી ફી છે.
– ભીમ – યુપીઆઈ વ્યવહારોને વેગ આપશે
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ્ય ભીમ-યુપીઆઈ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાનો છે.ઉપરાંત નાણાકીય વર્ષ દરમિયાન 20 હજાર કરોડ રૂપિયાના વ્યવહારોનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો રહેશે.તેનો ઉદ્દેશ્ય ઝડપી અને સુરક્ષિત ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે.UPI ટાયર-3થી ટાયર-6 શહેરોમાં, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં પહોંચી ગયું છે.