હેડલાઈન :
- પશ્ચિમ બંગાળમાં રામ નવમીને લઈ વધતો જતો ઉત્સાહ
- રામ નવમીની શોભાયાત્રાઓમાં વધારો કરવા નિર્ધાર
- હિન્દુ સંગઠનનો બંગાળમાં શાભાયાત્રાઓ વધારવા મક્કમ
- શોભાયાત્રાઓની સંખ્યામાં 25 ટકા વધારો કરવાનો લક્ષ્યાંક
- બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર વધતા હુમલાઓની પૃષ્ઠભૂમિ
- હુમલાઓની પૃષ્ઠભૂમિ સામે બંગાળમાં રામ નવમી ભવ્ય રીતે ઉજવાશે
- રામ નવમીએ મોટી સંખ્યામાં બહાર આવવા હિન્દુઓને હાકલ કરાઈ
પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર વધી રહેલા હુમલાઓની પૃષ્ઠભૂમિ સામે આ વર્ષે પશ્ચિમ બંગાળમાં રામ નવમી ભવ્ય રીતે ઉજવવામાં આવશે.હિન્દુ સંગઠનોએ આ વર્ષે રામ નવમીની શોભાયાત્રાઓની સંખ્યામાં ઓછામાં ઓછો 25 ટકા વધારો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
– ગત વર્ષે બંગાળમાં કુલ 815 રામ નવમી શોભાયાત્રા યોજાઈ
પશ્ચિમ બંગાળમાં રામ નવમી સહિત વિવિધ હિન્દુ તહેવારોનું આયોજન મુખ્યત્વે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલી સંસ્થા હિન્દુ જાગરણ મંચ દ્વારા કરવામાં આવે છે.આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ પણ આ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.સંઘ પરિવાર સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ગયા વર્ષે બંગાળમાં નાની અને મોટી એમ કુલ 815 રામ નવમી શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી.જ્યારે આ વર્ષે આ સંખ્યા એક હજારને વટાવી જાય તેવી શક્યતા છે.હિન્દુ જાગરણ મંચના પ્રવક્તા કમલેશ પાંડેએ જણાવ્યું હતું કે રામ નવમીનો તહેવાર દર વર્ષે વિસ્તરી રહ્યો છે.ગયા વર્ષે ભગવાન શ્રી રામની પૂજા સાથે ઘણી જગ્યાએ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ વખતે આ કાર્યક્રમ વધુ વ્યાપક હશે.હિન્દુ સમાજ પર વધી રહેલા હુમલાઓને જોઈને લોકો હવે વધુ સંગઠિત બની રહ્યા છે.અમારો અંદાજ છે કે આ વખતે ઓછામાં ઓછા 25 ટકા વધુ સરઘસો નીકળશે.
– હિન્દુઓને રામ નવમીએ મોટી સંખ્યામાં બહાર આવવા હાકલ
સંઘ સાથે સંકળાયેલા અન્ય એક નેતાએ કહ્યું કે તેઓ રામ નવમીના કાર્યક્રમોમાં સીધા ભાગ લેતા નથી, પરંતુ કાર્યક્રમની યોજના અને રૂપરેખા તૈયાર કરવામાં તેમની ભૂમિકા છે. આ વર્ષે પણ સંઘે બંગાળના હિન્દુઓને રામ નવમીના દિવસે મોટી સંખ્યામાં બહાર આવવા હાકલ કરી છે. સંઘના પૂર્વીય ક્ષેત્રના સહ-પ્રચારક વડા જિષ્ણુ બોઝે જણાવ્યું હતું કે રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે ભારતના અન્ય રાજ્યોના લોકો તેમના અંગત જીવનથી લઈને યુદ્ધ સુધીની દરેક બાબતમાં ભગવાન શ્રી રામનું પાલન કરીને પોતાને તૈયાર કરે છે, પરંતુ બંગાળી સમાજ આમ કરવામાં પાછળ રહી ગયો. હવે બાંગ્લાદેશની પરિસ્થિતિ જોઈને, દરેક બંગાળીએ રામ નવમીના દિવસે પોતાને તૈયાર કરીને સંકલ્પ લેવો જોઈએ.