હેડલાઈન :
- છત્તીસગઢના બીજાપુર-દંતેવાડામાં સુરક્ષાદળોનું મેગા ઓપરેશન
- સુરક્ષા દળોના આ મેગા ઓપરેશનમાં 22 નક્સલીઓ ઠાર થયા
- અથડામણમાં બીજાપુર ડીઆરજીના જવાન પણ શહીદ થયા હતા
- શોધખોળમાં મોટી માત્રામાં હથિયારો-દારૂગોળો પણ મળી આવ્યો
- ગૃહમંત્રી અમિત શાહે નસ્કલીઓના સફાયા અંગે આપ્યુ હતુ નિવેદન
- અમિત શાહે કહ્યુ હતુ કે 31 માર્ચ 2026 સુધીમાં નક્સલીઓનો થશે સફાયો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે 31 માર્ચ 2026 સુધીમાં નક્સલીઓનો સફાયો થશે.ત્યારે સુરક્ષા દળો આ દિશામાં સતત સક્રિય જોવા મળે છે.ત્યારે ગુરુવારે છત્તીસગઢના બીજાપુર,દંતેવાડા અને કાંકેરમાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન હાથ ધર્યું.સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં કુલ 22 નક્સલીઓ માર્યા ગયા.બીજાપુર પોલીસે જણાવ્યું હતું કે બીજાપુર-દંતેવાડા સરહદ પર ગંગાલુર પોલીસ સ્ટેશન હેઠળના જંગલ વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન 18 નક્સલીઓ માર્યા ગયા હતા.જ્યારે કાંકેરમાં ચાર નક્સલીઓ માર્યા ગયા.જોકે આમાં એક સૈનિક પણ શહીદ થયા હતા.બસ્તરના આઈજી સુંદરરાજ પીએ પુષ્ટિ આપી છે.
અધિકારીઓએ જણાવ્યું કે ઓપરેશન દરમિયાન, ગુરુવારે 20 માર્ચ સવારે 7 વાગ્યાથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સતત ગોળીબાર ચાલી રહ્યો હતો.આ એન્કાઉન્ટર બીજાપુરના ગંગાલુર વિસ્તારમાં આંદ્રીના જંગલોમાં થયું હતું.એસપી જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી પર હતી ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું હતું.અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં હજુ પણ સમયાંતરે ગોળીબાર ચાલુ છે.આ સંદર્ભમાં વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
ડીઆરજી,એસટીએફ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ બીજાપુર અને દાંતેવાડાના સરહદી વિસ્તારમાં ગંગલોર પોલીસ સ્ટેશન હેઠળ નક્સલ વિરોધી કાર્યવાહી પર નીકળી હતી.આ કાર્યવાહી દરમિયાન ગુરુવારે સવારે માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સતત ગોળીબાર થયો હતો ત્યારબાદ આ વિસ્તારમાં શોધખોળ દરમિયાન એન્કાઉન્ટર સ્થળેથી બે નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા.જેમાં મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.આ એન્કાઉન્ટરમાં બીજાપુર ડીઆરજીના એક જવાન પણ શહીદ થયા હતા.