હેડલાઈન :
- શેરબજાર સતત ચોથા દિવસે પણ તેજી દોર યથાવત
- સપ્તાહના ચોથા દિવસે સેન્સેક્સ 899 પોઈન્ટ ઉછળ્યો
- સેન્સેક્સ 899 પોઈન્ટના વધારા સાથે 76,348.06 પર બંધ
- NSE નિફ્ટી 1.24 ટકાના વધારા સાથે 23,190.65 પર બંધ થયો
- બજારમાં તેજી હોવા છતાં પણ કેટલાક શેરોમાં ઘટાડો નોંધાયો
ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે, શેરબજાર ગ્રીન ઝોનમાં વધારા સાથે બંધ થયું. બીએસઈ પર સેન્સેક્સ 899 પોઈન્ટના વધારા સાથે 76,348.06 પર બંધ થયો. જ્યારે, NSE નિફ્ટી 1.24 ટકાના વધારા સાથે 23,190.65 પર બંધ થયો.
– બજાર ખુલતાની સાથે જ આ 10 શેરો વધ્યા
લાર્જ કેપ કંપનીઓમાં સમાવિષ્ટ શેરની વાત કરીએ તો, ઝોમેટો શેર (2.50%), ઇન્ફોસિસ શેર (2.49%), TCS શેર (1.99%), HCL ટેક શેર (1.90%) તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. મિડકેપ કંપનીઓ પર નજર કરીએ તો, ઝીલ શેર (5.64%), થર્મેક્સ શેર (4.48%), IGL શેર (3.68%), KPI ટેક શેર (3.60%), ભારત ફોર્જ શેર (3.22%) અને RVNL શેર (2.50%) વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
– બજારમાં તેજી હોવા છતાં આ શેરોમાં ઘટાડો થયો
શેરબજારમાં તેજી હોવા છતાં, ઘણી મોટી કંપનીઓના શેર ખુલતાની સાથે જ ખરાબ રીતે તૂટ્યા હતા. લાર્જ કેપ કંપનીઓમાં, બજાજ ફાઇનાન્સનો શેર 1.50% ઘટ્યો, જ્યારે ટાટા સ્ટીલનો શેર 1.10% ઘટ્યો. મિડકેપમાં સૌથી મોટો ઘટાડો ફિનટેક ફર્મ પેટીએમ શેરમાં આવ્યો અને તે લગભગ 5% ઘટ્યો. આ ઉપરાંત, CG પાવર શેર 1.65% ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. સ્મોલકેપ કંપનીઓમાં, KEI શેર 9.43% ઘટ્યો હતો જ્યારે HBL એન્જિન શેર 4% ઘટ્યો હતો.