હેડલાઈન :
- ભારતમાં સમય પહેલા ઉનાળો શરૂ થતા લોકો અકળાયા
- દેશના ઘણા રાજ્યોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર
- દેશમાં ગરમી બાબતે આ વર્ષે 125 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
- 15 માર્ચ 2025ના રોજ ઓડિશા અને ઝારખંડમાં નોંધાઈ હતી
- 2024માં ગુજરાત-મહારાષ્ટ્રમાં 27 માર્ચે આ સ્થિતિ જોવા મળી
- દેશમાં પ્રતિ વર્ષ ઝડપથી ઉપર ચઢી રહેલો ગરમીનો પારો
ભારતમાં સમય પહેલા ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.દેશના ઘણા રાજ્યોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે.ત્યારે 125 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે.
પહેલી ગરમ રાત 15 માર્ચ 2025ના રોજ ઓડિશા અને ઝારખંડમાં નોંધાઈ હતી,જ્યારે ગયા વર્ષે 2024માં ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27 માર્ચે આ સ્થિતિ જોવા મળી હતી.દેશમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે,જેના કારણે આ વખતે ફેબ્રુઆરીમાં જ ગરમીની અસર દેખાવા લાગી હતી.ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યાખ્યાયિત કરાયેલ શિયાળાના ફેબ્રુઆરી મહિનામાં પહેલી વાર ગરમીનું મોજું આવ્યું.25 ફેબ્રુઆરીના રોજ ગોવા અને મહારાષ્ટ્રમાં આ વર્ષની પહેલી ગરમીનો અનુભવ થયો હતો.ગુજરાતમાં 22 માર્ચથી ગરમીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
– સામાન્ય કરતાં વધુ તાપમાન
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 125 વર્ષમાં ફેબ્રુઆરીમાં આટલી ભારે ગરમી ક્યારેય જોવા મળી નથી.તાજેતરના વર્ષોમાં ગરમી ફક્ત વહેલી નથી આવી રહી પરંતુ તેની તીવ્રતા પણ વધી રહી છે. ભારતમાં સૌથી વધુ તાપમાન 16 માર્ચ 2025ના રોજ ઓડિશાના બૌધ ખાતે 43.6 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. ઝારસુગુડા અને બોલાંગીરમાં પણ અનુક્રમે 42 અને 41.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ફેબ્રુઆરી 2025 દરમિયાન ભારતના 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતા ત્રણ થી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. 11થી 23 ફેબ્રુઆરી દરમિયાન દેશના 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછા એક દિવસ માટે રાત્રિનું તાપમાન સામાન્ય કરતા વધારે નોંધાયું હતું.
– 10 રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાયું
ઓડિશા સહિત 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં 5.1 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. 12 અને 20 ફેબ્રુઆરીના રોજ ઓડિશામાં આ બે વાર બન્યું.IMD અનુસાર આ જ સમયગાળા દરમિયાન, ઉત્તર-પશ્ચિમ ભારતના બે સ્થળો,રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતા 5.1 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાયું હતું..
– ડુંગરાળ વિસ્તારોમાં પણ વધી ગરમી
હિમાચલ પ્રદેશ અને કેરળ જેવા ભારતીય રાજ્યો સહિતના વિસ્તારો જેમણે ભૂતકાળમાં ગરમીનો અનુભવ કર્યો નથી ત્યાં પણ હવે ભારે ગરમી વધી રહી છે.કર્ણાટકમાં 2030 સુધીમાં 2.0 ડીગ્રી સુધી ગરમી વધવાનો અંદાજ છે, જેના કારણે આ પ્રદેશ ભારે ગરમી માટે વધુ સંવેદનશીલ બનશે જેનાથી વસ્તી માટે વધુ જોખમ ઊભું થશે.