હેડલાઈન :
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિ-દિવસીય સભાનો પ્રારંભ થયો
- સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો બેંગલુરુ ખાતે પ્રારંભ
- સરસંઘચાલક ડો.મોહન ભાગવતજીએ ભારતમાતાને પુષ્પ અર્પણ કર્યા
- સંઘ સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેજીએ ભારતમાતાને પુષ્પ અર્પણ કર્યા
- 21,22,23માર્ચ ત્રણ દિવસ સુધી ચાલશે અખિલ ભારતીય પ્રતિનિધિ સભા
- તાજેતરમાં જે મહાનુભાવોના અવસાન થયા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક બેંગલુરુમાં ચાલી રહી છે.આમાં સંઘના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવત તેમજ સંઘના સરકાર્યવાહદત્તાત્રેય હોસાબલેજ હાજર રહ્યા છે.શરૂઆતમાં ભારતમાતાની છબીને પુષ્પ અર્પણ કરાયા હતા.
राष्ट्रीय स्वयंसेवक संघ की अखिल भारतीय प्रतिनिधि सभा बैठक (21-23 मार्च) का शुभारम्भ आज प्रातः 9:00 बजे बेंगलूरु में पू. सरसंघचालक मोहन भागवत जी और मा. सरकार्यवाह दत्तात्रेय होसबाले जी ने भारत माता के चित्र पर पुष्पार्चन कर की। बैठक में लगभग 1450 प्रतिनिधि उपस्थित हैं। pic.twitter.com/Shj6t1k2F9
— RSS (@RSSorg) March 21, 2025
આ સાથે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, તબલા વાદક ઝાકિર હુસૈન,ગાયકો શ્યામ બેનેગલ, બિબેક દેબરોય,દેવેન્દ્ર પ્રધાન અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસ.એમ.કૃષ્ણા સહિત અનેક મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.જે હસ્તીઓનું તાજેતરમાં અવસાન થયું છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રતિનિધિ સભા અંગે સંઘના સહ કાર્યવાહ સી.આર.મુકંડાએમાહિતી આપી હતી.તેમણે કહ્યુ કે સંઘની પાંચમી બેઠકમાં હિન્દુ પ્રતિનિધિઓ, ચિન્મય જૂથો જેવા કે ઇસ્કોનના વડાઓ મળ્યા હતા અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ભારતને મજબૂત બનાવવા પર વાતચીત કરવામાં આવી હતી.
– સંઘે મણિપુરમાં કપરા સમયે કામ કર્યુ
સંઘના સહ કાર્યવાહ સી.આર.મુકંડાએ કહ્યું કે અમે મણિપુરમાં પણ કામ કર્યું,મણિપુરમાં પરિસ્થિતિ સારી નહોતી,ત્યાં સરકાર દ્વારા કામ કરવામાં આવ્યું હતું,પરંતુ ત્યાં શાંતિ માટે સંઘ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા,20 મહિનાથી જે ઘા છે તેને રૂઝવામાં ઘણો સમય લાગશે.
– ‘સ્થાનિક ભાષામાં રૂપિયા…’
સીમાંકન પર બોલતા સી.આર.મુકંડાએ કહ્યું,”જ્યારે સીમાંકનની વાત આવે છે,ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ સંસદમાં કહ્યું છે કે તે ગુણોત્તર પર આધારિત છે.જો દક્ષિણના રાજ્યોમાં સંસદમાં બેઠકોની સંખ્યા નથી,તો જ્યારે તેનો વિસ્તાર કરવામાં આવશે,ત્યારે તે જ ગુણોત્તર રાખવામાં આવશે.તે મોટે ભાગે રાજકીય રીતે પ્રેરિત છે.”તેમણે વધુમાં કહ્યું કે સ્થાનિક ભાષામાં રૂપિયાના પ્રતીકનો મુદ્દો રાજકીય પક્ષો દ્વારા નહીં પણ સામાજિક નેતાઓ દ્વારા ઉકેલી શકાય છે.
– માતૃભાષા સર્વોપરી ‘
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે સી.આર.મુકંડાએ કહ્યું,”સંઘ માને છે કે માતૃભાષા સર્વોપરી છે.અમે ક્યારેય ત્રણ ભાષાઓ અંગે ઠરાવ પસાર કર્યો નથી.માતૃભાષા ઉપરાંત કામ અને નોકરી માટે અલગ ભાષા શીખવી જરૂરી છે.બધા નાગરિકોની ઓળખ અને નોંધણી થવી જોઈએ.