હેડલાઈન :
- કૈલાશ માનસરોવર યાત્રા અંગે વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા
- કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે ચર્ચા બાકી
- યાત્રા ફરી શરૂ કરવા અંગેની પદ્ધતિઓ અંગે ચર્ચા બાકી
- વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલનું નિવેદન
- સાપ્તાહિક પત્રકાર પરિષદમાં યાત્રા વિશેના સવાલનો જવાબ
સરકાર દર વર્ષે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે બે સત્તાવાર માર્ગો,ઉત્તરાખંડમાં લિપુલેખ પાસ 1981 થી અને સિક્કિમમાં નાથુ લા 2015 દ્વારા કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરે છે.શુક્રવારે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે સર્વસંમતિ બની છે પરંતુ તેની પદ્ધતિઓ હજુ સુધી નક્કી થઈ નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યાત્રા વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતુ કે તેમણે ગયા વર્ષે ઓક્ટોબરમાં રશિયાના કાઝાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાત પછી વિવિધ સ્તરે ભારત અને ચીન વચ્ચે થયેલા એકંદર રચનાત્મક સંવાદનો પણ ઉલ્લેખ કર્યો.
જયસ્વાલે પત્રકારોને જણાવ્યું હતું કે,”જ્યાં સુધી ભારત-ચીન વાટાઘાટોનો સવાલ છે,કાઝાનમાં ચીનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વચ્ચેની મુલાકાત પછી અમે વિદેશ પ્રધાન અને NSA એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ના સ્તરે રચનાત્મક વાટાઘાટો કરી છે.”વિદેશ સચિવે જાન્યુઆરીમાં ચીનની પણ મુલાકાત લીધી હતી,જ્યાં તેઓ તેમના સમકક્ષને મળ્યા હતા.
જયસ્વાલે કહ્યું કે,વાતચીત અને સંવાદ ચાલુ છે અને તેઓ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે.ઘણી સૈદ્ધાંતિક સર્વસંમતિ અથવા સૈદ્ધાંતિક સમજૂતીઓ થઈ છે અને અમને આશા છે કે આગામી દિવસોમાં આ અંગે આગળ વધશું.
ફેબ્રુઆરીમાં જોહાનિસબર્ગમાં G-20 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી મળ્યા હતા.બંને મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ,સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ-શાંતિના સંચાલન અને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાની સમીક્ષા કરી.
એક પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે,”આ યાત્રા 2025 માં ફરી શરૂ થશે તે અંગે સંમતિ સધાઈ છે.જોકે તે કેવી રીતે ફરી શરૂ થશે અને તેની પદ્ધતિ શું હશે તે અંગે હજુ ચર્ચા થવાની બાકી છે.”
સરકાર દર વર્ષે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે બે સત્તાવાર માર્ગો,ઉત્તરાખંડમાં લિપુલેખ પાસ 1981થી અને સિક્કિમમાં નાથુ લા 2015થી દ્વારા કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરે છે.
આ ઉપરાંત પણ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે,”ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર વાટાઘાટોને આગળ વધારવાની પ્રક્રિયામાં છે.બંને સરકારો BTA માટે એક માળખું બનાવવા માટે સક્રિયપણે કામ કરી રહી છે,જેનો ઉદ્દેશ્ય વેપારનો વિસ્તાર કરવો,બજારની પહોંચ વધારવી,ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો ઘટાડવાનો રહેશે.ભારત સરકાર પરસ્પર ફાયદાકારક બહુ-ક્ષેત્રીય દ્વિપક્ષીય વેપાર કરાર પર પહોંચવા માટે વિવિધ સ્તરે યુએસ વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે.
પાકિસ્તાન અંગે રણધીર જયસ્વાલે કહ્યું,”દુનિયા સ્પષ્ટપણે જાણે છે કે વાસ્તવિક મુદ્દો પાકિસ્તાન દ્વારા સરહદ પાર આતંકવાદને સક્રિય પ્રોત્સાહન અને પ્રાયોજિત કરવાનો છે. હકીકતમાં તે પ્રદેશમાં શાંતિ અને સુરક્ષામાં સૌથી મોટો અવરોધ છે.”