હેડલાઈન :
- જૈશ-એ-મોહમ્મ્દના આતંકવાદીની જામીન અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
- જૈશના આતંકવાદીરઈસ અહેમદ શેખે નાગપુર સંઘ મુખ્યાલયની રેકી કરી હતી
- નીચલી અદાલતે જામીન અરજી ફગાવ્યા બાદ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી
- 11 માર્ચના રોજ તેણે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં જામીન માટે અરજી કરી હતી
- જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી રઈસનું પૂરું નામ રઈસ અહેમદ શેખ અસદુલ્લાહ શેખ
નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલયની રેકી કરનાર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી રઈસ અહેમદ શેખની જામીન અરજી શુક્રવારે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે ફગાવી દીધી હતી.નીચલી અદાલત દ્વારા તેની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેણે 11 માર્ચે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં જામીન માટે અરજી કરી હતી.
– આતંકવાદી રઈસે ડૉ.હેડગેવાર સ્મૃતિ મંદિરની રેકી કરી હતી
રઈસનું પૂરું નામ રઈસ અહેમદ શેખ અસદુલ્લાહ શેખ છે અને તે જમ્મુ અને કાશ્મીરના પુલવામાના પોરાનો રહેવાસી છે.આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરનાર રઈસ પર દેશમાં કોરોના મહામારી દરમિયાન નાગપુરના મહલ વિસ્તારમાં સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલયની રેકી કરવાનો આરોપ છે.આ ઉપરાંત તેમણે રેશીમબાગ વિસ્તારમાં સ્થિત ડૉ.હેડગેવાર સ્મૃતિ મંદિરની રેકી પણ કરી હતી.મહારાષ્ટ્ર ATS એ 15 સપ્ટેમ્બર, 2021ના રોજ તેની ધરપકડ કરી હતી.
– આતંકવાદી રઈસ અહેમદ શેખ નાગપુર સેન્ટ્રલ જેલમાં બંધ
જૈશ-એ-મોહમ્મદનો આ આતંકવાદી નાગપુરની સેન્ટ્રલ જેલમાં બંધ છે.રઈસે નીચલી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી,પરંતુ અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેણે 11 માર્ચે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં જામીન માટે અરજી કરી હતી.હાઈકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન આતંકવાદીના વકીલ નિહાલ સિંહ રાઠોડે કોર્ટને જણાવ્યું હતું કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે તેણે ઉપરોક્ત સ્થળોની તપાસ કરી હતી તે સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી.પરિણામે રઈસને જામીન મળવા જોઈએ.આ અંગે સરકારી વકીલ દેવેન્દ્ર ચૌહાણે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી શેખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો છે તે સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે.