હેડલાઈન :
- TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ
- કોલકાતાના ઈડન ગાર્ડન આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે ઉદ્ઘાટન સમારોહ
- લિગની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ
- પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKR ની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય
- RCB તરફથી વિરાટ કોહલી ફરી બન્યો રન ચેઝ બેટ્સમેન તો કૃણાલ પંડ્યાની ઘાતક બોલિંગ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ હવે આગામા મહિલના સુધી ક્રિકેટનો મહા મુકાબલો એટલે કે TATA IPL 2025 ની 18 મી સિરેઝ શરૂ થઈ છે.કોલકાતાના ઈડન ગાર્ડન આંતર રાષ્ટ્રીય સ્ડેડિયમ ખાતે રંગારંગ કાર્યક્રમ સાથે લિનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો બાદમાં વરસાદના વિઘ્નની આશંકા વચ્ચે લિગનો પહેલો મુકાબલો KKR અને RCB વચ્ચે રમાયો હતો.નોંધનિય બાબત એ રહી કે રોયલ ચેલ્ન્જર્સના વિરાટ કોહલીની આ 400 મી IPL મેચ હતી.
કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. જ્યાં KKR એ ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. જેના જવાબમાં, RCB એ માત્ર 16.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા અને શાનદાર જીત નોંધાવી.
IPL 2025 ની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી.જ્યાં KKR એ ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. જેના જવાબમાં,RCB એ માત્ર 16.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા અને 7 વિકેટે શાનદાર જીત નોંધાવીઆ દરમિયાન વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે શાનદાર ઇનિંગ્સ રમી.આ જીત સાથે,RCB ને 2 પોઈન્ટ પણ મળ્યા છે.
RCB ઇનિંગ્સ વિશે વાત કરીએ તો,ફિલ સોલ્ટે સારી ઇનિંગ્સ રમી અને 31 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો.તેણે 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા દેવદત્ત પડિકલે 10 બોલમાં 10 રન બનાવ્યા અને આઉટ થઈ ગયા.આ મેચમાં કોહલીએ 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.આ મેચમાં કેપ્ટન રજત પાટીદારે 16 બોલમાં 34રનની ઝડપી ઇનિંગ રમી હતી.આ મેચમાં કોહલીએ 59 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી, જ્યારે લિયામ લિવિંગસ્ટોન પણ 5 બોલમાં 15 રન બનાવીને અણનમ રહ્યો હતો.KKR તરફથી વૈભવ અરોરા,વરુણ અને સુનીલ નારાયણે એક-એક વિકેટ લીધી.
તો, KKR માટે, ક્વિન્ટન ડી કોક (4) ઇનિંગ્સની પહેલી ઓવરમાં જ આઉટ થઈ ગયો.તેને જોશ હેઝલવુડે આઉટ કર્યો.ત્યારબાદ કેપ્ટન અજિંક્ય રહાણે ત્રીજા નંબરે આવ્યો અને પોતાની આક્રમક બેટિંગથી તેણે 31 બોલમાં 56 રનની તોફાની ઇનિંગ રમી.આ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા.આ સમય દરમિયાન,સુનીલ નારાયણે 26 બોલમાં 44 રન બનાવીને કેપ્ટનને સારો સાથ આપ્યો.બંનેએ સાથે મળીને બીજી વિકેટ માટે 55 બોલમાં 103 રનની ભાગીદારી કરી.જોકે,કૃણાલ પંડ્યાએ વચ્ચેની ઓવરોમાં 29 રન આપીને ત્રણ વિકેટ લઈને KKRની ગણતરી બગાડી નાખી.જ્યારે કેકેઆરના નીચલા ક્રમે નિરાશા વ્યક્ત કરી.વેંકટેશ ઐયર (6),રિંકુ સિંહ (12)અને આન્દ્રે રસેલ (4) સસ્તામાં પાછા ફર્યા.આ બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે,ટીમ છેલ્લી ચાર ઓવરમાં બે વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 23 રન જ બનાવી શકી.
બેટિંગની સાથે KKR ટીમની બોલિંગ પણ નિષ્ફળ ગઈ.બેટ્સમેનો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા,તો બોલરોને પણ RCBના બેટ્સમેનોને આઉટ કરવામાં મુશ્કેલી પડી.વૈભવ અરોરા,વરુણ અને સુનીલ નારાયણે ફક્ત એક-એક વિકેટ લીધી.RCB તરફથી કૃણાલ પંડ્યાએ ચાર ઓવરમાં 29 રન આપીને ત્રણ વિકેટ લીધી,જ્યારે જોશ હેઝલવુડે ચાર ઓવરમાં 22 રન આપીને બે વિકેટ લીધી.