હેડલાઈન :
- ઉત્તર પ્રદેશના સંભલ હિંસા મામલે તંત્રની મોટી કાર્યવાહી
- જામા મસ્જિદ કમિટીના મુખ્ય વકીલ ઝફર અલીની અટકાયત
- ઝફર અલીને પૂછપરછ માટે બોલાવ્યા બાદ પોલીસે કસ્ટડીમાં લીધા
- જામા મસ્જિદની અંદર એડવોકેટ કમિશનના સર્વે દરમિયાનનો મામલો
- 19 નવેમ્બરના રોજ એડવોકેટ ઝફર અલી સર્વે ટીમ સાથે હાજર હતા
- ભીડ એકઠી થવા લાગી ત્યારે ઝફર અલી સર્વે ટીમને છોડી બહાર ગયા
- બહાર ગયા બાદ ઝફર અલીએ ભીડમાં રહેલા લોકો સાથે વાત કરી હતી
- SIT ટીમ તપાસ કરી રહી છે કે ઝફર અલીએ ભીડ સાથે શું વાત કરી
ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલી હિંસાના કેસમાં પોલીસે જામા મસ્જિદ કમિટીના મુખ્ય વકીલ ઝફર અલીની અટકાયત કરી છે.પોલીસે ઝફર અલીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.જે બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા. હિંસાના સંદર્ભમાં પહેલીવાર જામા મસ્જિદ સમિતિના વડાની પૂછપરછ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર 19 નવેમ્બરના રોજ જામા મસ્જિદની અંદર એડવોકેટ કમિશનના સર્વે દરમિયાન, એડવોકેટ ઝફર અલી સર્વે ટીમ સાથે હાજર હતા.આ પછી 24 નવેમ્બરના રોજ જામા મસ્જિદના બીજા એડવોકેટ કમિશન સર્વે દરમિયાન જામા મસ્જિદ સમિતિના પ્રમુખ એડવોકેટ ઝફર અલી પણ સર્વે ટીમ સાથે અંદર હાજર હતા.
24 નવેમ્બરના રોજ જ્યારે સર્વે દરમિયાન ભીડ એકઠી થવા લાગી ત્યારે જામા મસ્જિદ કમિટીના મુખ્ય વકીલ ઝફર અલી સર્વે ટીમને મસ્જિદની અંદર છોડીને બહાર ગયા અને ભીડમાં રહેલા લોકો સાથે વાત કરી.SIT ટીમ તપાસ કરી રહી છે કે સર્વે દરમિયાન મસ્જિદ સમિતિના વડા ઝફર અલીએ ભીડ સાથે શું વાત કરી હતી.
કોર્ટના આદેશ પર 24 નવેમ્બરના રોજ સંભલમાં જામા મસ્જિદમાં સર્વે કરવામાં આવી રહ્યો હતો.ત્યારે જ ટોળાએ પોલીસ પર હુમલો કર્યો.આ દરમિયાન 3 લોકોના મોત થયા. SIT આ સમગ્ર હિંસાની તપાસ કરી રહી છે.