હેડલાઈન :
- અમદાવાદમાં મોટી દુર્ઘટના બુલેટ ટ્રેન સાઈટ પર ક્રેન તૂટી
- અમદાવાદના વટવા નજીક બુલેટ ટ્રેન સાઈટ પર બની ઘટના
- ક્રેન દુર્ઘટનાને લઈ રેલ વ્યવહાર પ્રભાવિત થયો 25 ટ્રેનો રદ્દ કરી
- ગેરતપુર-વટવા સેક્શનમાં રેલવે ટ્રાફિકને લઈ ટ્રેનોના રૂટ ડાયવર્ટ
- પોલીસ,ફાયર બ્રિગેડ અને રેલ્વેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા
દિલ્હી-મુંબઈ મુખ્ય લાઇન પાસે થયેલા અકસ્માતને કારણે, 25 ટ્રેનો રદ કરવી પડી.ક્રેન પડી જવાથી ગેરતપુર-વટવા સેક્શનમાં રેલ્વે ટ્રાફિક પ્રભાવિત થયો તો મોટી સંખ્યામાં ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કરવા પડ્યા. અકસ્માતની માહિતી મળતા જ નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL), પોલીસ,ફાયર બ્રિગેડ અને રેલ્વેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
રવિવારે રાત્રે ગુજરાતના અમદાવાદમાં વટવા નજીક બુલેટ ટ્રેન સાઇટ પર એક વિશાળ ક્રેન તૂટી પડી.આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા.દિલ્હી-મુંબઈ મુખ્ય લાઇન પાસે થયેલા અકસ્માતને કારણે 25 ટ્રેનો રદ કરવી પડી.ક્રેન પડી જવાથી ગેરતપુર-વટવા સેક્શનમાં રેલ્વે ટ્રાફિક પ્રભાવિત થયો છે.મોટી સંખ્યામાં ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કરવા પડ્યા.અકસ્માતની માહિતી મળતા જ નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL), પોલીસ,ફાયર બ્રિગેડ અને રેલ્વેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાNHSRCL ના પ્રવક્તા સુષ્મા ગૌરે જણાવ્યું હતું કે વટવા ખાતે વાયડક્ટના કામ માટે ઉપયોગમાં લેવાતી સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રીને કોંક્રિટ ગર્ડર લોન્ચિંગ પૂર્ણ કર્યા પછી દૂર કરવામાં આવી રહી છે. ત્યારે જ આ અકસ્માત થયો.
આ અકસ્માતને કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહાર પર અસર પડી છે.વડોદરાથી અમદાવાદ જતી સયાજીનગરી,એકતાનગર-અમદાવાદ સહિતની 10 ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર રોકવામાં આવી હતી. અપલાઇન સક્રિય રાખવામાં આવી છે.ડાઉન લાઇન બંધ થઈ ગઈ આનાથી મુંબઈ તરફ જતી ટ્રેનોના સંચાલન પર અસર પડી છે.અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે 25 ટ્રેનો રદ કરવામાં આવી હતી.પાંચ અન્ય ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.છ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે વડોદરામાં મુસાફરોની સુવિધા માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે.