હેડલાઈન :
- DYCM એકનાથ શિંદે વિશે વિવાદાસ્પદ નિવેદનનો મામલો
- કણાલ કામરાના ઘરે પોલીસે પૂછ પરછ માટે સમન્સ પાઠવ્યુ
- વિવાદાસ્પદ ગીત લખ્યા બાદ કામરા કાયદાકીય મુશ્કેલીમાં ફસાયો
- અગાઉ MIDC પોલીસે કુણાલ વિરુદ્ધ ફરિયાદના આધારે FIR નોંધી
- કુણાલ કામરાએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે માફી તો નહી માંગે
- કુણાલે કહ્યુ ‘હું માફી નહીં માંગું.’મને આ ભીડથી ડર નથી લાગતો
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલીઓ ઓછી થતી નથી લાગતી.મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર વિવાદાસ્પદ ગીત લખ્યા બાદ તે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયો છે.હવે પોલીસે આ મામલે કુણાલને સમન્સ મોકલ્યું છે.અગાઉ MIDC પોલીસે કુણાલ વિરુદ્ધ મળેલી ફરિયાદના આધારે FIR નોંધી હતી,જેને વધુ તપાસ માટે ખાર પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી હતી.
ખાર પોલીસે કુણાલ કામરાના ઘરે સમન્સ મોકલ્યું છે.કુણાલ હાલમાં મુંબઈમાં નથી તેથી સમન્સ કુણાલના પિતાને સોંપવામાં આવ્યું છે.આ ઉપરાંત પોલીસે કુણાલને વોટ્સએપ દ્વારા સમન્સ પણ મોકલ્યું છે અને પૂછપરછ માટે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા જણાવ્યું છે.
– ‘હું માફી તો નહીં માંગુ’
શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર વિવાદાસ્પદ ગીત લખવાના વિવાદ અંગે કુણાલ કામરાએ ગઈકાલે રાત્રે એક નિવેદન બહાર પાડ્યું હતું.ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી વખતે કુણાલ કામરાએ સ્પષ્ટપણે કહ્યું કે તે માફી માંગશે નહીં. તેણે લખ્યું- ‘હું માફી નહીં માંગું.’મને આ ભીડથી ડર નથી લાગતો અને હું મારા પલંગ નીચે સંતાઈને તે શાંત થાય તેની રાહ જોવાનો નથી.મેં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશે જે કહ્યું હતું તે જ કહ્યું.
– ‘મારી કોમેડી માટે હેબિટેટ જવાબદાર નથી’
નિવેદનમાં કુણાલ કામરા શૂટિંગ સ્થળ પર શિવસેનાના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી તોડફોડ પર ગુસ્સે ભરાયેલો દેખાયો.તેણે લખ્યું કે ‘મનોરંજન સ્થળ ફક્ત એક મંચ છે.બધા પ્રકારના શો માટે એક સ્થાન છે.મારા કોમેડી માટે હેબિટેટ અથવા અન્ય કોઈ સ્થળ જવાબદાર નથી,ન તો તે,ન તો કોઈ રાજકીય પક્ષ, મારા કહ્યા કે કર્યા પર કોઈ સત્તા કે નિયંત્રણ ધરાવે છે.’કોઈ હાસ્ય કલાકારના શબ્દોને કારણે સ્થળ પર હુમલો કરવો એ ટામેટાં ભરેલી ટ્રકને પલટી નાખવા જેટલી મૂર્ખતા છે કારણ કે તમને પીરસવામાં આવેલું બટર ચિકન ગમ્યું ન હતું.’