હેડલાઈન :
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્ધ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન
- ઇન્ડિયા એલાયન્સના વિદ્યાર્થી સંગઠનોના પ્રદર્શન વખતનું નિવેદન
- રાહુલ ગાંધીએ કહ્યું RSS દેશની શિક્ષણ વ્યવસ્થાનો કરી રહ્યો છે નાશ
- રાહુલ ગાંધીનું વડાપ્રધાન મોદી સામે મોંઘવારી-બેરોજગારી બાબતે નિવેદન
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું છેલ્લા 100 વર્ષથી રાષ્ટ્ર ઉત્થાનનું કાર્ય
- 1925માં ડૉ.હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી
- દૈનિક શાખાના મૂલ્યોને લઈ સંઘે સમાજનો અતૂટ વિશ્વાસ મેળવ્યો
- દેશની યુનિવર્સિટીઓમાં તજજ્ઞ લોકો આવે તેમાં ખોટું શું ?
દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સના વિદ્યાર્થી સંગઠનો દ્વારા પ્રદર્શન વખતે રાહુલે કહ્યું- RSS દેશની શિક્ષણ વ્યવસ્થાનો નાશ કરી રહ્યું છે કોઈને રોજગાર નહીં મળેરાહુલે કહ્યું વડાપ્રધાન મોંઘવારી અને બેરોજગારી વિશે એક પણ શબ્દ બોલતા નથી.તેમનું મોડેલ દેશની સંપત્તિ અંબાણી અને અદાણીને આપવાનું છે.નોંધનિય છે કે વિપક્ષી નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત ગઠબંધનના વિદ્યાર્થી સંગઠનોએ સોમવારે દેશભરમાં બેરોજગારીના મુદ્દા સામે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું.ઠીક છે વિપક્ષના નેતા હોવાને નાતે રાહુલ ગાંધી સરકારની નીતિઓની ટીકા-ટિપ્પણી કરે તે સ્વાભાવિક છે.
પરંતુ આગળ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશનો સૌથી મોટો મુદ્દો રોજગારનો છે અને સરકાર આ મુદ્દે મૌન છે.રાહુલે કહ્યું કે અમે વિદ્યાર્થીઓના હિત સાથે કોઈ સમાધાન કરીશું નહીં.તેમણે કહ્યું કે RSS દેશની શિક્ષણ વ્યવસ્થાનો નાશ કરી રહ્યું છે અને ભવિષ્યમાં કોઈને રોજગાર મળશે નહીં.રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, “એક સંગઠન ભારતના ભવિષ્ય,શિક્ષણ પ્રણાલીને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.તેનું નામ RSS છે.સત્ય એ છે કે આપણી શિક્ષણ પ્રણાલી ધીમે ધીમે તેમના હાથમાં જઈ રહી છે.જો આ વ્યવસ્થા તેમના હાથમાં જશે તો દેશ બરબાદ થઈ જશે.કોઈને રોજગાર મળશે નહીં.”
વિરોધ પ્રદર્શનમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા એટલે NSUI,ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન એટલે AISA, સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે SFI, ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન એટલે AISF,મુસ્લિમ સ્ટુડન્ટ્સ ફેડરેશન એટલે MSF,સમાજવાદી છાત્ર સભા અને છાત્ર રાષ્ટ્રીય જનતા દળ એટલે CRJDજોડાયા હતા.અહીં જોવાનું એ રહ્યુ કે આ વિરોધ પ્રદર્શનમાં કોઈ સામાન્ય વિદ્યારથી એટલે કે કોઈ પણ પક્ષથી અલગ હોય તેવા વિદ્યાર્થીઓ કદાચ જુજ સંખ્યામાં હાજર હતા અને ફક્ત કોંગ્રેસ સહિત વિપક્ષી જોડાણ ધરાવતા સંગઠનોના અગ્રણીઓ જ હતા.
– જંતર-મંતર ખાતે રાહુલ ગાંધીના 4 નિવેદનો
1. રાહુલે કહ્યું,”વિદ્યાર્થીઓને જણાવવાની જવાબદારી તમારી છે કે યુનિવર્સિટીના કુલપતિ RSSના છે.આવનારા સમયમાં,બધી યુનિવર્સિટીઓના કુલપતિઓની નિમણૂક RSS તરફથી નોમિનેશન દ્વારા કરવામાં આવશે.આ દેશ માટે ખતરનાક છે.આપણે આને રોકવું પડશે.”
2. રાહુલે કહ્યું,”થોડા દિવસો પહેલા વડાપ્રધાને કુંભ પર ભાષણ આપ્યું હતું.આ વિશે બોલવું સારું છે પરંતુ તમારે ભવિષ્ય વિશે પણ વાત કરવી જોઈએ.તમારે બેરોજગારી વિશે વાત કરવી જોઈએ, તમારે દેશના યુવાનોને બેરોજગાર બનાવવા વિશે વાત કરવી જોઈએ.”
3.કોંગ્રેસના સાંસદે કહ્યું “વડાપ્રધાન મોંઘવારી અને બેરોજગારી વિશે એક પણ શબ્દ બોલતા નથી.વડાપ્રધાનનું મોડેલ દેશની સંપત્તિ અંબાણી-અદાનીને સોંપવાનું અને દેશની બધી સંસ્થાઓ RSSને સોંપવાનું છે.આપણે આનો વિરોધ કરવો પડશે.”
4. રાહુલે કહ્યું,”દેશના દરેક ખૂણામાં દરેક ગલીમાં,દરેક યુનિવર્સિટીમાં આ રીતે વિરોધ કરો.તમે અમને જ્યાં લઈ જવા માંગો છો ત્યાં હું તમારી સાથે જઈશ.તમે વિદ્યાર્થીઓ છો.અહીં અલગ અલગ પક્ષો છે વિચારધારામાં થોડો તફાવત હોઈ શકે છે પરંતુ અમે ભારતની શિક્ષણ પ્રણાલી સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં.અમે સાથે મળીને આગળ વધીશું અને RSS અને BJPને હરાવીશું.”
અગાઉ 6 ફેબ્રુઆરીએ DMK એ જંતર-મંતર પર UGCના નવા નિયમોનો વિરોધ કર્યો હતો.આ વિરોધ પ્રદર્શનમાં રાહુલે કહ્યું હતું કે ભાજપ દેશભરમાં RSSના એજન્ડાને લાગુ કરવા માંગે છે.તેઓ એક વિચાર,એક ઇતિહાસ અને એક ભાષા લાદવા માંગે છે.RSSનો ઉદ્દેશ્ય દેશની વિવિધ સંસ્કૃતિઓનો નાશ કરવાનો છે.તેઓ બંધારણ પર હુમલો કરીને પોતાના વિચારો લાદવા માંગે છે.
રાહુલે કહ્યું હતું કે દરેક રાજ્યની પોતાની ભાષા,સંસ્કૃતિ અને ઇતિહાસ હોય છે.ભારત આ લોકોથી બનેલું છે.તમિલ લોકોનો પોતાનો ઇતિહાસ અને પરંપરા છે.આવા નિયમો લાવવા એ તમિલનાડુ સહિત દરેક રાજ્યનું અપમાન છે, જ્યાં RSS શાસન કરવા માંગે છે.
– સંઘની 100 વર્ષના કાર્યપદ્ધતિ અને વિચારધારા
હવે જાહેર જીવનમાં કાર્યરત હોવાને નાતે રાહુલ ગાંધીએ એ જાણી લેવું જોઈએ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 100 વર્ષોથી વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ માટે સુમેળભર્યા અને સંયુક્ત હિન્દુ સમાજનું નિર્માણ કાર્ય કરી રહ્યુ છે અને તેમાં યુવાઓ સૌથી વધુ જોડાયેલા છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નો પ્રારંભથી જ વિચાર ધારા રહી છે કે “વ્યક્તિ વ્યક્તિમાં શકિત અને સંસ્કારનું સિંચન કરવું અને સિંચિત વ્યક્તિને રાષ્ટ્રકાર્યમાં જોડવા”ત્યારે રાહુલ ગાંધીનું સંઘ બાબતનું નિવેદન સમાજ અને યુવાઓને જાણે કે ગેરમાર્ગે દેરતુ હોય તે રીતે ભ્રામક અને અધુરુ હોય તેવું જણાઇ આવે છે.
રાહુલ ગાંધીને કદાચ નથી જાણતા કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દુ સમાજ,માનવ એકતા અને વિશ્વ કલ્યાણના મિશનને પૂર્ણ કરવા ખૂબ જ લાંબી અને અવિશ્વસનીય યાત્રામાં રોકાયેલો છે.સંતો,ઋષિઓ અને મહાન વ્યક્તિઓ,જેમાં દેશની ગૌરવશાળી મહિલાઓનો પણ સમાવેશ થાય છે,તેમના આશીર્વાદ અને પ્રયાસોથી આપણા રાષ્ટ્રે અનેક ઉથલપાથલ છતાં પ્રગતિ કરવાનું ચાલુ રાખ્યું છે.
વર્ષ 1925માં ડૉ.કેશવ બલીરામ હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી જેથી સમય જતાં આપણા રાષ્ટ્રીય જીવનમાં જે નબળાઈઓ ઘૂસી ગઈ હતી તેને દૂર કરી શકાય અને ભારતને એક સંગઠિત, સદાચારી અને શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ગૌરવના શિખર પર લઈ જઈ શકાય.સંઘ કાર્યના બીજ વાવીને, ડોક્ટરજીએ દૈનિક શાખાના રૂપમાં એક અનોખી માનવ નિર્માણ પદ્ધતિ વિકસાવી જે આપણા શાશ્વત પરંપરાગત મૂલ્યો અને નૈતિકતા અનુસાર રાષ્ટ્રના પુનર્નિર્માણ માટે નિઃસ્વાર્થ તપસ્યામાં ફેરવાઈ ગઈ.
સો વર્ષની આ સફરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દૈનિક શાખામાં રહેલા મૂલ્યોને કારણે સંઘે સમાજનો અતૂટ વિશ્વાસ અને પ્રેમ મેળવ્યો છે.આ સમયગાળા દરમિયાન સંઘના સ્વયંસેવકોએ માન-અનાદર પસંદ-નાપસંદથી ઉપર ઉઠીને અને પ્રેમ અને સ્નેહની શક્તિથી બધાને સાથે રાખવાનો પ્રયાસ કર્યો છે.
ભારત એક પ્રાચીન સંસ્કૃતિ છે જેમાં સમૃદ્ધ પરંપરાઓ અને અનુભવપૂર્ણ જ્ઞાન છે જે સુમેળભર્યા વિશ્વનું નિર્માણ કરે છે.સંઘનો વિચાર સમગ્ર માનવતાને વિભાજનકારી અને સ્વ-વિનાશક વૃત્તિઓથી બચાવે છે અને જીવંત અને નિર્જીવ પ્રાણીઓ વચ્ચે શાંતિ અને એકતાની લાગણી સુનિશ્ચિત કરે છે.સંઘ માને છે કે આપણે સૌહાર્દપૂર્ણ વર્તન સાથે તમામ પ્રકારના ભેદભાવનો ત્યાગ કરીને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી પર આધારિત મૂલ્યો આધારિત કુટુંબ અને આત્મસન્માનથી ભરપૂર નાગરિક ફરજો પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે આદર્શ સમાજનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ.આનાથી આપણે એક મજબૂત,ભૌતિક રીતે સમૃદ્ધ અને આધ્યાત્મિક રીતે ભરપૂર રાષ્ટ્રીય જીવનનું નિર્માણ કરી શકીશું જે સમાજના પડકારોનો સામનો કરશે અને બધી સમસ્યાઓનું નિરાકરણ લાવશે.