હેડલાઈન :
- મલેશિયામાં 130 વર્ષ જૂના હિન્દુ મંદિર પર સંકટના વાદળો
- 130 વર્ષ જૂના દેવી શ્રી પત્થરકાલીયમ્માન મંદિર પર સંકટ
- મંદિરને તોડીને મસ્જિદ બનાવવાની યોજનાએ વિવાદ સર્જ્યો
- મલેશિયાની અગ્રણી કાપડ કંપનીને જમીનના માલિકી હકો મળ્યા
- કાપડ કંપનીએ અહીં એક મસ્જિદ બનાવવાની યોજના બનાવી
- નિર્ણયથી મલેશિયામાં ધાર્મિક અસમાનતા-લઘુમતી અધિકારો અંગે ચિંતા
- મસ્જિદનો શિલાન્યાસ વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ દ્વારા કરશે
મલેશિયાના કુઆલાલંપુરમાં 130 વર્ષ જૂના દેવી શ્રી પત્થરકાલીયમ્માન મંદિરને તોડીને મસ્જિદ બનાવવાની યોજનાએ વિવાદ ઉભો કર્યો છે.આ મંદિર શહેરના ફ્લેટ અને કાપડની દુકાનોની વચ્ચે આવેલું છે.તાજેતરમાં, મલેશિયાની અગ્રણી કાપડ કંપની જેકેલને આ જમીનના માલિકી હકો મળ્યા છે.આ પછી કંપનીએ અહીં એક મસ્જિદ બનાવવાની યોજના બનાવી છે.જોકે આ નિર્ણયથી મલેશિયામાં ધાર્મિક અસમાનતા અને લઘુમતી અધિકારો અંગે ચિંતા વધી ગઈ છે.
કુઆલાલંપુરમાં મસ્જિદ ઇન્ડિયાની બાજુમાં આવેલું મંદિર 130 વર્ષ જૂનું છે.આ મંદિર 140 વર્ષ જૂની તમિલ મુસ્લિમ મસ્જિદની નજીક આવેલું છે.તે મસ્જિદના નિર્માણના 10 વર્ષ પછી બનાવવામાં આવ્યું હતું.જે જમીન પર મંદિર અને મસ્જિદ આવેલી છે તે જમીન 2014માં જેકલ કંપનીને વેચી દેવામાં આવી હતી અને કંપની અહીં એક મસ્જિદ બનાવવાની યોજના ધરાવે છે.
– મસ્જિદના બાંધકામને લઈને વિવાદ વધ્યો
આ મસ્જિદનો શિલાન્યાસ ટૂંક સમયમાં વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ દ્વારા કરવામાં આવશે પરંતુ ઘણા લોકોએ આ નિર્ણય સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.લોયર્સ ફોર લિબર્ટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જેડ મલેકે આ મુદ્દા પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે મંદિર અને જેકલ વચ્ચે ચર્ચા હજુ પણ ચાલુ છે.આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધુ સમય આપવો જોઈએ.મલેકે પ્રશ્ન ઉઠાવ્યો કે શું વડાપ્રધાન અનવરે મંદિર દૂર કરવાની ઉતાવળ કરવી જોઈએ.
– હિન્દુ નેતાઓ અને સમુદાયની પ્રતિક્રિયા
આ નિર્ણય સામે હિન્દુ નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે.ભારતીય વંશીય પક્ષ ઉરીમાઈના પી રામાસ્વામીએ મંદિરને “મલેશિયાની સ્વતંત્રતા પહેલાનું એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ” ગણાવ્યું અને કહ્યું કે તેને દૂર કરવું અસ્વીકાર્ય છે ખાસ કરીને એવા દેશમાં જે બહુ-વંશીય અને બહુ-ધાર્મિક હોવાનો ગર્વ કરે છે.જ્યારે કેટલાક મલય મુસ્લિમો દલીલ કરે છે કે જમીનના નવા માલિકને તેના ધાર્મિક હેતુઓ પૂરા કરવાની છૂટ હોવી જોઈએ.