હેડલાઈન :
- ગુજરાતમાં ગૌ હત્યા મામલે મહત્વનો ચુકાદો આવ્યો
- અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો
- ગૌ હત્યા કેસમાં ઈમરાન શેખ,મોશિન શેખને 7 વર્ષની સજા
- વર્ષ 2023માં સરદારનગર પોલીસ મથકે નોંધાયો ગુનો હતો
- આરોપી ઇમરાન શેખ તેમજ મોશીન શેખ સામે હતો ગુનો
- ગૌહત્યારાઓને સજા મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું
- ‘ખાલી ગૌ હત્યારાને પકડતા નથી,સજા સુધી લડીએ છીએ’
ગુજરાતમાં ગૌહત્યાની ઘટના વારંવાર સામે આવતી રહી છે.ત્યારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સ્ટેશન કોર્ટે આ માટે એક ઉદાપરણીય ચુકાદો આપ્યો છે.જેમાં ગૌહત્યાના કેસ મામલે બે આરોપીઓને સાત વર્ષની સજા ફટકારી છે.વર્ષ 2023 માં અમદાવાદના સરદારનગર પોલીસ મથકે ગૌહત્યાનો ગુનો નોંધાયો હતો.જેમાં પશુ સંરક્ષણ અધિનિયમ 1954 તેમજ ધ પ્રિવેશન ઓફ ક્રૂઅલ્ટી એનિમલ એક્ટની કલમ અંતર્ગત આરોપી ઇમરાન શેખ તેમજ મોશીન શેખ સામે ગુનો નોંધાયો હતો.
ગુજરાતમાં ગૌહત્યા સાથે સંબંધિત કેસ ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ 2017 હેઠળ નોંધાય છે, જે ગૌહત્યાને ગંભીર ગુનો ગણે છે.આ કાયદા હેઠળ ગૌહત્યા માટે સાત વર્ષ સુધીની સજા અને એક લાખ રૂપિયા દંડની જોગવાઈ છે.
ગૌ હત્યારાઓને સજા મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે.જેમાં જણાવ્યું છે કે ગૌ રક્ષા માટે મજબૂતીથી ઉભા છીએ.અમદાવાદની કોર્ટે ઐતિહાસિક ફેંસલો આપ્યો છે.’ખાલી ગૌ હત્યારાને પકડતા નથી,સજા સુધી લડીએ છીએ’ ઈમરાન શેખ,મોશિનને 7 વર્ષની સજા.
અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યારાઓ અંગે પણ વાત કરી હતી.તેમણે કહ્યું કે ગૌ માતાની હત્યા કરનારાઓને કડક સજા થઈ રહી છે. ગુનેગારોને પકડી ભૂલી જવાનું એ કામ સરકારનું નથી.ગુનેગારોને પકડી તેમની પાછળ પડી સજા અપાવવાનું કામ સરકાર અને પોલીસનું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગૌરક્ષાના ગુના માટે પહેલી સજા 6 વર્ષ અગાઉ આપવામાં આવી હતી. આ ઘટનામાં આરોપીએ એક વાછરડીની હત્યા કરી હતી અને તેમાંથી બિરયાની બનાવી હતી. આ કેસમાં અમદાવાદની સેશન્સ કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ અને 1,02,000 રૂપિયા દંડની સજા ફટકારી હતી.
ગૌહત્યા અને ગાયની તસ્કરીના કેસમાં વારંવાર ઝડપાતા ગુનેગારો સામે મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ મકોકા લાગુ કરવામાં આવશે એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું .અહિલ્યા નગરમાં અતીક કુરેશી નામનો ગુનેગાર ગાય તસ્કરીના 20 કેસમાં સંડોવાયેલો હોવાનો મુદ્દો ઉઠયો હતો.તે સંદર્ભમાં ચર્ચાનો જવાબ આપતા સીએમએ આ ખાતરી આપી હતી.