હેડલાઈન :
- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનોથનો મોટો સંકેત
- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગામી ચૂંટણી ન લડે તેવા સંકેત
- ‘હું પ્રયાસ નહીં કરું’ અમારી પાર્ટી પ્રયાસ કરશે : યોગી આદિત્યનાથ
- ભાજપનો કોઈ પણ કાર્યકર CM બની શકે : યોગી આદિત્યનાથ
- યોગી આદિત્યનાથ હવે દિલ્હીની રાહ પર ? અટકળોએ જોર પકડ્યુ
- યોગી આદિત્યનાથના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો
એક ખાનગી સમાચાર એજન્સી એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ઇન્ટરવ્યુ પ્રકાશિત કર્યો.આ દરમિયાન જ્યારે મુખ્યમંત્રી યોગીને ગોરખપુરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડવા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમના જવાબે રાજકીય હલચલ મચાવી દીધી.તેમના જવાબ પછી રાજકીય પંડિતોમાં મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે.યોગીને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ત્રીજી વખત ચૂંટણી લડશે? આ પ્રશ્નનો જવાબ આપતા સીએમ યોગીએ કહ્યું,’હું પ્રયાસ નહીં કરું’ અમારી પાર્ટી પ્રયાસ કરશે.ભાજપનો કોઈ પણ સભ્ય મુખ્યમંત્રી બની શકે છે.
જ્યારે તેમને છેલ્લા 8 વર્ષમાં વહીવટીતંત્રની સૌથી મોટી સિદ્ધિ વિશે પૂછવામાં આવ્યું,ત્યારે તેમણે કહ્યું કે તમે કોઈપણ ક્ષેત્ર જોઈ શકો છો.ખેતી હોય,યુવાધન હોય,માળખાગત સુવિધા હોય,રોકાણ હોય,કાયદો અને વ્યવસ્થા હોય,પર્યટન હોય કે વારસો અને વિકાસ વચ્ચેનો સારો સમન્વય હોય, ઉત્તર પ્રદેશ દેશમાં આનું સૌથી મહત્વપૂર્ણ ઉદાહરણ બની શકે છે.
મુખ્યમંત્રીએ મહાકુંભને મૃત્યુકુંભ કહેવા બદલ વિપક્ષને પણ જવાબ આપ્યો અને કહ્યું કે તે મૃત્યુંજય મહાકુંભ હતો, મૃત્યુકુંભ નહીં.તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાંથી દરરોજ લગભગ 50 હજારથી એક લાખ ભક્તો મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે.તેમણે મહાકુંભ અંગે વિપક્ષી નેતાઓના નિવેદનોની પણ ટીકા કરી.એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે મારું માનવું છે કે કોઈપણ સરકાર માટે સૌથી મોટી સિદ્ધિ લોકોનો સંતોષ હોવો જોઈએ.તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીજીના પ્રેરણાદાયી નેતૃત્વમાં છેલ્લા આઠ વર્ષમાં ઉત્તર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે અમારી સરકારે જે પણ માળખું તૈયાર કર્યું છે. તેને જનતાનો ટેકો મળ્યો છે. હું આ સમર્થનને સરકારની સિદ્ધિ માનું છું.