હેડલાઈન :
- આગામી મે મહિનાથી ATM માંથી નાણા ઉપાડવા થશે વધુ મોંઘા
- મશીનમાંથી પૈસા ઉપાડવા માટે હવે તમારા ખિસ્સા હળવા થશે
- ભારતીય રિઝર્વ બેંકે ATM ઇન્ટરચેન્જ ફીમાં વધારાને મંજૂરી આપી
- હોમ બેંક નેટવર્કની બહારના ATM માંથી ટ્રાન્ઝેક્શન વધુ મોંઘા પડશે
- બેલેન્સ ચેક કરવામાં પણ વપરાશકર્તાએ હવે વધુ ચાર્જ ચૂકવવા પડશે
હવે ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થવાના છે અને મશીનમાંથી પૈસા ઉપાડવા માટે તમારા ખિસ્સા હળવા થવાના છે.ભારતીય રિઝર્વ બેંક RBI એ ATM ઇન્ટરચેન્જ ફીમાં વધારાને મંજૂરી આપી દીધી છે અને આ વધેલો ચાર્જ 1 મે,2025થી લાગુ થવા જઈ રહ્યો છે.
રિપોર્ટ અનુસાર 1 મેથી બદલાતા નિયમો અનુસાર,જો હોમ બેંક નેટવર્કની બહાર કોઈ પણ ATM મશીનમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે અથવા બેલેન્સ ચેક કરવામાં આવે છે તો વપરાશકર્તાએ વધુ ચાર્જ ચૂકવવા પડશે. હાલમાં હોમ બેંક નેટવર્કની બહારના ATMનો ઉપયોગ કરવા માટે ચાર્જ લાગુ પડે છે અને 1 મેથી તેમાં વધુ વધારો થવાનો છે.આ વધારો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા NPCI ના પ્રસ્તાવના આધારે RBI દ્વારા મંજૂર કરાયેલા સુધારાનો એક ભાગ છે.
અત્યાર સુધી જો ગ્રાહકો તેમના હોમ બેંકના ATMને બદલે અન્ય નેટવર્ક બેંકના ATMમાંથી પૈસા ઉપાડતા હતા તો તેમને દરેક ટ્રાન્ઝેક્શન પર 17 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડતો હતો જે 1 મેથી વધીને 19 રૂપિયા થઈ જશે.આ ઉપરાંત જો તમે અન્ય કોઈપણ બેંકના ATM માંથી બેલેન્સ ચેક કરો છો તો તેના પર 6 રૂપિયાનો ચાર્જ લાગતો હતો, જે હવે વધારીને 7 રૂપિયા કરવામાં આવશે.