હેડલાઈન :
- એફિલ ટાવરને હિજાબ પહેરેલો દર્શાવતી જાહેરાત પર વિવાદ
- ડચ મુસ્લિમ બ્રાન્ડની મેરાકીએ ફ્રાન્સમાં સ્ટોર ઉદઘાટન પહેલા જાહેરાત
- મુસ્લિમ બ્રાન્ડની મેરાકીએ સ્ટોરના ઉદઘાટન પહેલા વીડિયો રજૂ કર્યો
- ફ્રાન્સમાં એક મોટા ખતરાના રૂપમાં ઉભરી રહેલો મુસ્લિમ કટ્ટરવાદૉ
- યુરોપમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશો પૈકીનો એક ફ્રાન્સ
- ખ્રિસ્તી ધર્મ પછી ફ્રાંસમાં બીજો સૌથી મોટો ધર્મ હોય તો તે ઇસ્લામ
ડચ મુસ્લિમ બ્રાન્ડ મેરાકીએ ફ્રાન્સમાં તેના સ્ટોરના ઉદઘાટન પહેલા એક જાહેરાત વીડિયો રજૂ કર્યો.જેમાં એફિલ ટાવરને મુસ્લિમ પોશાક અને હિજાબ પહેરેલો દર્શાવવામાં આવ્યો છે.
ફ્રાન્સમાં મુસ્લિમ કટ્ટરવાદ એક મોટા ખતરાના રૂપમાં ઉભરી રહ્યો છે.આવી સ્થિતિમાં આને લગતો બીજો એક વિવાદ ચર્ચામાં છે.આ વખતે ડચ મુસ્લિમ બ્રાન્ડ મેરાકીએ ફ્રાન્સમાં પોતાનો સ્ટોર ખોલતા પહેલા એક જાહેરાતનો વીડિયો બહાર પાડ્યો.જેમાં એફિલ ટાવરને મુસ્લિમ પોશાક અને હિજાબ પહેરેલો દર્શાવવામાં આવ્યો છે. આ અંગે ફ્રાન્સના લોકોમાં ગુસ્સો છે.
“આપણે ચૂપચાપ બેસી રહેવું જોઈએ નહીં,ફ્રાન્સમાં બ્રાન્ડના સ્ટોર્સ પર પ્રતિબંધ મૂકવો અને તેમના ઓનલાઈન વેચાણને અટકાવવું જરૂરી છે,”સિટીઝન પોલિટિકલ મૂવમેન્ટના સહ-સ્થાપક ફિલિપ મુરેરે X પર લખ્યું.
ફ્રાન્સ યુરોપમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશોમાંનો એક છે.અહીં આશરે 60 લાખ લોકો ઇસ્લામ ધર્મનું પાલન કરે છે.લાખો લોકો એવા છે જેઓ ખ્રિસ્તી ધર્મમાંથી ઇસ્લામમાં પરિવર્તિત થયા છે.હાલમાં ફ્રાન્સની કુલ વસ્તી આશરે 66.65 એટલે 6 કરોડ 60 લાખ 50 હજાર છે.જો તમે તેને જુઓ તો અહીં લગભગ 10 ટકા મુસ્લિમ વસ્તી છે.ખ્રિસ્તી ધર્મ પછી અહીંનો બીજો સૌથી મોટો ધર્મ ઇસ્લામ છે.
ફ્રાન્સ યુરોપમાં ઇસ્લામિક આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશ રહ્યો છે જેમાં 1979 થી 2021 દરમિયાન કુલ 82 ઇસ્લામિક હુમલાઓ અને 332 મૃત્યુ દર્શાવવામાં આવ્યા છે.
ઇસ્લામિક આતંકવાદના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને ફ્રાન્સમાં 24 માર્ચ 2021 ના રોજ કટ્ટરપંથી વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો હતો.આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ઇસ્લામિક કટ્ટરવાદને રોકવા અને આતંકવાદી પ્રચારને રોકવાનો છે.
આજે પરિસ્થિતિ એવી છે કે માત્ર ફ્રાન્સમાં જ નહીં પરંતુ યુરોપના 44 દેશોમાંથી લગભગ બે ડઝન દેશોમાં, ઇસ્લામિક કટ્ટરવાદ અને આતંકવાદ એક ગંભીર ખતરો છે.બ્રિટન,સ્વીડન,નેધરલેન્ડ,ફ્રાન્સ,જર્મની,ઇટાલી, હંગેરી,ઓસ્ટ્રિયા,ગ્રીસ, ડેનમાર્ક,ચેક અને સ્લોવાકિયા વગેરે દેશોમાં તેમની અસર સ્પષ્ટપણે દેખાય છે.
થોડા દાયકા પહેલા અમેરિકા અને પશ્ચિમી દેશો ‘વૈશ્વિકીકરણ’ના સૌથી મોટા હિમાયતી હતા પરંતુ હવે વૈશ્વિકરણનો ફુગ્ગો ફૂટી રહ્યો છે જેના કારણે તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે.વધતા ઇસ્લામિક ધાર્મિક કટ્ટરવાદ,અસમાનતા અને ઘટી રહેલી રોજગારીની તકોને કારણે તેઓ વૈશ્વિકરણથી નિરાશ થઈ રહ્યા છે અને પછી રાષ્ટ્રવાદ વધુ મજબૂત બની રહ્યો છે.