હેડલાઈન :
- 1 લી એપ્રિલથી UPI સંબંધિત નવા નિયમો થઈ રહ્યા છે લાગુ
- 90 દિવસ સુધી મોબાઇલ નંબરનો ઉપયોગ નહીં થાય તો મુશ્કેલી
- ઉપયોગ નહીં થાય તો ટેલિકોમ કંપની તે નંબર બીજા કોઈને આપી શકે
- UPI નો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે સાવચેતીઓ રાખવી મહત્વપૂર્ણ
- UPI વ્યવહારોની સુરક્ષા અને કાર્યક્ષમતા વધારવા માટે નવી માર્ગદર્શિકા
નવા નિયમો અનુસાર જો તમે 90 દિવસ સુધી તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ નહીં કરો તો ટેલિકોમ કંપની તે નંબર બીજા કોઈને આપી શકે છે.
NPCI એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ UPI વ્યવહારોની સુરક્ષા અને કાર્યક્ષમતા વધારવા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે.આ નવા નિયમો 1 એપ્રિલ 2025 થી અમલમાં આવશે.નવા નિયમો અનુસાર જો તમે 90 દિવસ સુધી તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ નહીં કરો તો ટેલિકોમ કંપની તે નંબર બીજા કોઈને આપી શકે છે.આનો અર્થ એ થયો કે જો તમે તમારા જૂના મોબાઇલ નંબર સાથે UPI લિંક કર્યું છે અને તે નંબર બંધ છે તો તમારું UPI ID પણ કામ કરશે નહીં. તેથી જો તમારી બેંક સાથે જોડાયેલ નંબર બંધ થઈ જાય અથવા બદલાઈ જાય તો તમને UPI સેવાઓનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
– UPI નો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે સાવચેતીઓ રાખવી મહત્વપૂર્ણ
1. મોબાઈલ નંબર રદ કરવાની યાદી (MNRL)
આ એક યાદી હશે જેમાં તે મોબાઇલ નંબરોનો રેકોર્ડ હશે જેને UPI વ્યવહારોમાંથી દૂર કરવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે જો કોઈ મોબાઇલ નંબર UPI માટે ઉપયોગમાં લેવાનો ન હોય, તો તેને આ યાદીમાં સામેલ કરવામાં આવશે.
2. ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP)
આ એક એવું પ્લેટફોર્મ હશે જેનો ઉપયોગ બેંકો અને ચુકવણી સેવા પ્રદાતાઓએ તેમના ડેટાને સુરક્ષિત અને અપડેટ રાખવા માટે કરવો પડશે.
3. ડેટા અપડેટ
બધી માહિતી તાજી અને સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે બેંકો અને PSP એ દર અઠવાડિયે તેમનો ડેટા અપડેટ કરવો આવશ્યક છે.
- UPI વપરાશકર્તાઓએ તેમનો મોબાઇલ નંબર બેંકમાં અપડેટ રાખવો જોઈએ.
- જો નંબર બદલાઈ ગયો હોય, તો ઝડપથી બેંકમાં નવો નંબર નોંધાવો.
- બેંકમાં નોંધાયેલા નંબરનો ઉપયોગ કરતા રહો જેથી UPI સેવાઓ પ્રભાવિત ન થાય.
તાજેતરમાં NPC એ છેતરપિંડી ઘટાડવા માટે UPIમાં કેટલાક ફેરફારો કર્યા છે.હવે “કલેકટ પેમેન્ટ” સુવિધા ફક્ત મોટા અને પ્રમાણિત વેપારીઓ માટે જ ઉપલબ્ધ રહેશે. તે જ સમયે વ્યક્તિગત વ્યવહારોમાં “કલેક્શન રિક્વેસ્ટ” ની મર્યાદા વધારીને 2,000 રૂપિયા કરવામાં આવી છે.
આ ફેરફારો UPI ને વધુ સુરક્ષિત બનાવવા માટે છે.જો તમે UPI નો ઉપયોગ કરો છો તો ખાતરી કરો કે તમારા બેંકમાં નોંધાયેલ મોબાઇલ નંબર અપડેટ થયેલ છે જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.