હેડલાઈન :
- ભારતીય સેનામાં નાગ મિસાઈલનો ઉમેરો થશે
- નાગ મિસાઈલ ઉમારાતા સેનાની શક્તિ વધશે
- આંખના પલકારામાં દુશ્મનોનો ખાતમો કરવા સક્ષમ
- નાગ મિસાઈલ એક એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમ
- સંરક્ષણ મંત્રાલયે સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું
ભારતીય સેનાને ટૂંક સમયમાં નાગ મિસાઇલ સિસ્ટમનો નવો જથ્થો મળશે.આ એક એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમ છે,જે આંખના પલકારામાં દુશ્મનની ટેન્કોનો નાશ કરે છે.આ માટે સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે 27 માર્ચે સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું. નાગ મિસાઇલ સિસ્ટમ માટેનો કરાર આર્મર્ડ વ્હીકલ નિગમ લિમિટેડ AVNL સાથે કરવામાં આવ્યો છે.આ સોદો રૂ.1801.34 કરોડનો હતો.આ અંતર્ગત AVNL ભારતીય સેનાને આ એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમ સપ્લાય કરશે.
– સંરક્ષણ મંત્રાલયનો 5,000 હળવા વાહનો માટે કરાર
આ સાથે બીજો એક મોટો સોદો પણ કરવામાં આવ્યો છે.સંરક્ષણ મંત્રાલયે ફોર્સ મોટર્સ લિમિટેડ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ સાથે લગભગ 5,000 હળવા વાહનો માટે કરાર કર્યા છે.આ સોદો લગભગ 700 કરોડ રૂપિયાનો છે.આ રીતે ગુરુવારે એક જ દિવસમાં કેન્દ્ર સરકારે 2500 કરોડ રૂપિયાના સંરક્ષણ સંબંધિત સોદાઓને અંતિમ સ્વરૂપ આપ્યું. આ બંને સોદા ‘સ્વદેશી રીતે ડિઝાઇન, વિકસિત અને ઉત્પાદિત’ શ્રેણી હેઠળ કરવામાં આવ્યા છે. એટલે કે આ સોદાઓમાં સેનાને આપવામાં આવતી મિસાઇલ સિસ્ટમ અને વાહનો ભારતમાં જ વિકસાવવામાં અને બનાવવામાં આવશે.
– ફાયર એન્ડ ફોર્ગેટ ટેકનોલોજી
DRDO ની સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા DRDL એ ‘નાગ મિસાઇલ સિસ્ટમ ટ્રેક્ડ વર્ઝન’ વિકસાવ્યું છે.તે એક અત્યાધુનિક એન્ટી-ટેન્ક હથિયાર સિસ્ટમ છે જે ફાયર-એન્ડ-ફોર્ગેટ મિસાઇલો અને દુશ્મન બખ્તરબંધ વાહનો સામે અદ્યતન સાઇટિંગ સિસ્ટમ્સથી સજ્જ છે.આનો અર્થ એ થયો કે એકવાર આ મિસાઇલ ટેન્કને નિશાન બનાવીને છોડવામાં આવે છે પછી તેને પાછળથી માર્ગદર્શન આપવાની જરૂર નથી.આ મિસાઇલ ટેન્કને ખતમ કર્યા પછી જ આરામ કરે છે.