હેડલાઈન :
- કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીનું મોટુ નિવેદન સામે આવ્યુ
- PM માર્ક કાર્નીએ કહ્યું અમેરિકા સાથે જૂના સંબંધોનો અંત આવ્યો
- કેનેડા-અમેરિકાના દાયકાઓ જૂના સંબંધો હંમેશા ઉદાહરણ રૂપ
- વડાપ્રધાન માર્ક કાર્નીના નિવેદનથી સંબંધો પર ઉભા થયા સવાલ
- USની વાહન આયાત પર 25 ટકા ટેરિફની જાહેરાત બાદ નિવેદન
અમેરિકાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રકારે ચીન,કેનેડા,ભારત મલેશિયા સહિતના દેશો પર ટેરિફ વોર સહિત કેટલાક આકરા નિર્ણયો લેવાનું શરૂ કર્યુ છે.જેનીથી આ દેશો અમેરિકાથી નારાજ છે.તે વચ્ચે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીનું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે.જેમાં તેમણે કહ્યુ કે અમેરિકા સાથે જૂના સંબંધોનો અંત આવ્યો છે.
કેનેડા અને અમેરિકા વચ્ચેના દાયકાઓ જૂના સંબંધો હંમેશા એક ઉદાહરણ રહ્યા છે.ઊંડો આર્થિક અને સુરક્ષા સહયોગ,લશ્કરી સહાય અને વેપાર કરારોએ બંને દેશોને મજબૂત ભાગીદાર બનાવ્યા હતા,પરંતુ કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની દ્વારા આપવામાં આવેલું નિવેદન હવે આ જૂના સંબંધો પર એક મોટો પ્રશ્ન ઉભા કરે છે.તેમણે કહ્યું, ‘હવે એ જૂનો સંબંધ પૂરો થઈ ગયો છે.’
– વાહન આયાત પર 25 ટકા ટેરિફ
હકીકતમાં આ નિવેદન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં વાહન આયાત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત બાદ આવ્યું છે.આ નિર્ણય કેનેડાના ઓટો ઉદ્યોગ માટે અત્યંત વિનાશક સાબિત થઈ શકે છે,કારણ કે લગભગ 500,000 લોકો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.ટ્રમ્પના આ પગલાને “અન્યાયી” ગણાવતા, કાર્નેએ કહ્યું કે તે બંને દેશો વચ્ચેના હાલના વેપાર કરારોનું ઉલ્લંઘન છે.
– કરારનું ઉલ્લંઘન અને કડક પ્રતિક્રિયા
કાર્નીએ ચેતવણી પણ આપી હતી કે આ ફેરફારો ફક્ત વેપાર કરારો પૂરતા મર્યાદિત ન હોવા જોઈએ. તેમણે કહ્યું, ‘હવે સંબંધમાં પાછા ફરવું શક્ય નથી.’ તેમના નિવેદનથી ખબર પડે છે કે ટ્રમ્પના નિર્ણય પછી કેનેડા અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં જે વિશ્વાસ અને સહયોગ હતો તે હવે સમાપ્ત થઈ ગયો છે. કાર્ની કહે છે કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલો ટેરિફ ફક્ત વેપારનો મુદ્દો નથી પરંતુ બંને દેશો વચ્ચેના ઊંડા સંબંધો પર હુમલો છે.
– કેનેડાની આગામી વ્યૂહરચના
જોકે, કાર્નીએ સ્પષ્ટતા કરી હતી કે કેનેડા આ ટેરિફ સામે લડશે. તેમણે કહ્યું, ‘આ ટેરિફનો સામનો કરવા માટે અમે અસરકારક વેપાર પગલાં અપનાવીશું, જેની અસર અમેરિકા પર વધુ થશે અને કેનેડા પર ઓછી.’ આનો અર્થ એ થયો કે કેનેડા અમેરિકાના આ પગલાનો સંપૂર્ણ શક્તિથી વિરોધ કરશે. તેમણે એમ પણ કહ્યું કે તેમની વ્યૂહરચના સુરક્ષા, વેપાર અને અર્થતંત્ર સંબંધિત બાબતો પર વધુ મજબૂત રીતે કામ કરશે.