હેડલાઈન :
- ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મમતા બેનર્જીના ભાષણ વચ્ચે હોબાળો
- મમતાના ભાષણ દરમિયાન ‘પાછા જાઓ’ના નારા લાગ્યા
- સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વિદ્યાર્થી નેતાઓના નારા
- આર.જી.કાર મેડિકલ કોલેજને લગતા મુદ્દાઓ પર પ્રશ્નો પૂછ્યા
- મમતા બેનરજીએ કહ્યું,’આ મામલો કોર્ટઅને કેન્દ્ર સરકાર પાસે
ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેલોગ કોલેજમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભાષણ દરમિયાન ભારે હોબાળો થયો હતો.સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા SFI ના વિદ્યાર્થી નેતાઓએ ‘પાછા જાઓ’ના નારા લગાવ્યા અને આર.જી.કાર મેડિકલ કોલેજને લગતા મુદ્દાઓ પર પ્રશ્નો પૂછ્યા હતા.
– મામલો કોર્ટમાં છે,આ મામલો કેન્દ્ર સરકાર પાસે
વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં મમતા બેનર્જીએ કહ્યું,’આ મામલો કોર્ટમાં છે,આ મામલો કેન્દ્ર સરકાર પાસે છે.’અહીં રાજકારણ ન કરો,આ પ્લેટફોર્મ રાજકારણ માટે નથી.તમે જુઠ્ઠું બોલી રહ્યા છો આને રાજકીય પ્લેટફોર્મ ન બનાવો.તમે બંગાળ જાઓ અને તમારા પક્ષને વધુ મજબૂત બનાવો.દરમિયાન મમતા બેનર્જીએ ભીડને એક ફોટો બતાવ્યો અને કહ્યું કે તમે મારી આ તસવીર જુઓ મને કેવી રીતે મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
– મમતા બેનરજી પ્રેક્ષકોના પ્રશ્નોથી ઘેરાયા
જ્યારે મમતા બેનર્જીએ દાવો કર્યો કે બંગાળને લાખો કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવો મળ્યા છે ત્યારે એક દર્શકે તેમને ચોક્કસ રોકાણોના નામ આપવા કહ્યું.આના પર મમતાએ જવાબ આપ્યો કે “ઘણા બધા છે.” તેઓ વધુ વિગતવાર વાત કરે તે પહેલાં અન્ય લોકોએ તે માણસને ચૂપ રહેવા કહ્યું અને દલીલ કરી કે આ કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી.
– હું જનતા સામે માથું નમાવીશ’
જ્યારે કેટલાક દર્શકોએ ‘ગો અવે’ ના નારા લગાવ્યા ત્યારે મમતા બેનર્જીએ આત્મવિશ્વાસથી કહ્યું ‘દીદીને કોઈ પરવા નથી.દીદી વર્ષમાં બે વાર આવશે અને રોયલ બંગાળ ટાઇગરની જેમ લડશે.આ ઉપરાંત તેમણે કહ્યું ‘જો તમે કહો તો હું તમારા કપડાં ધોઈશ અને તમારા માટે ભોજન બનાવીશ.પણ જો કોઈ મને નમવાનો પ્રયાસ કરશે અથવા દબાણ કરશે તો હું નમિશ નહીં.હું ફક્ત જનતા સમક્ષ મારું માથું નમાવીશ.