હેડલાઈન :
- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ઈફ્તારનું આયોજન
- અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે વ્હાઇટ હાઉસમાં પહેલી ઇફ્તાર પાર્ટી
- વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઇફ્તાર પાર્ટી પર વિવાદ સર્જાયો
- મુસ્લિમ સાંસદો- સમુદાયના નેતાઓને આમંત્રણ આપવામાં ન આવ્યું
- મુસ્લિમ દેશોના વિદેશી રાજદૂતોને ઇફ્તાર ડિનરમાં આમંત્રણ અપાયુ
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે વ્હાઇટ હાઉસમાં પહેલી ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું.પરંતુ ટ્રમ્પની આ ઇફ્તાર પાર્ટી વિવાદોમાં ઘેરાયેલી રહી છે.આ ઇફ્તાર ડિનર પર અમેરિકન મુસ્લિમો ગુસ્સે થયા છે.
– વિશ્વભરના મુસ્લિમોને રમઝાનની શુભકામનાઓ
વ્હાઇટ હાઉસ ખાતે ઇફ્તાર ડિનરનું આયોજન કરતી વખતે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું,”હું વ્હાઇટ હાઉસ ખાતે ઇફ્તાર ડિનરમાં તમારા બધાનું સ્વાગત કરું છું.” આપણે ઇસ્લામના પવિત્ર મહિના રમઝાનની ઉજવણી કરી રહ્યા છીએ. આ મહિનો ખૂબ જ અદ્ભુત છે. વિશ્વભરના મુસ્લિમોને રમઝાનની શુભકામનાઓ.આપણે દુનિયાના સૌથી મહાન ધર્મોમાંના એકનો આદર કરીએ છીએ તેમણે કહ્યું કે આ પવિત્ર મહિના દરમિયાન મુસ્લિમો સવારથી સાંજ સુધી ઉપવાસ રાખે છે.આપણે ભગવાનની પૂજા કરીએ છીએ.આ પછી વિશ્વભરના મુસ્લિમો દરરોજ રાત્રે પોતાના પરિવાર અને મિત્રો સાથે મળીને ભગવાનનો આભાર માને છે અને ઇફ્તાર કરે છે.આપણે બધા આખી દુનિયામાં શાંતિ ઇચ્છીએ છીએ.
– એક પ્રદર્શનકારીએ કહ્યું કે આ ડોનાલ્ડ ટ્રમ્પનો દંભ
ડોનાલ્ડ ટ્રમ્પે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત બદલ મુસ્લિમ અમેરિકન સમુદાયનો પણ આભાર માન્યો. વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવાની બે દાયકા જૂની પરંપરા છે.પરંતુ એવા આરોપો છે કે આ વખતે અમેરિકન મુસ્લિમ સાંસદો અને સમુદાયના નેતાઓને તેમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેના બદલે,મુસ્લિમ દેશોના વિદેશી રાજદૂતોને ઇફ્તાર ડિનરમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઘણા મુસ્લિમ નાગરિક અધિકાર જૂથોએ વ્હાઇટ હાઉસની બહાર ટ્રમ્પના ઇફ્તાર પર વિરોધ પ્રદર્શન કર્યું.દરમિયાન એક પ્રદર્શનકારીએ કહ્યું કે આ ડોનાલ્ડ ટ્રમ્પનો એક પ્રકારનો દંભ છે.એક તરફ તે દેશમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકે છે અને બીજી તરફ તે ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કરે છે.