હેડલાઈન :
- પૂર્વી લદ્દાખ સરહદે ભારત 145 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર તૈનાત કરશે
- ચીનનો વારંવાર પૂર્વી લદ્દાખ-સિયાચીન ગ્લેશિયરમાં વર્ચસ્વનો પ્રયાસ
- ભારતે આ વિસ્તારોમાં ડ્રેગનને નિયંત્રિત કરવા’પ્રચંડ’ યોજના અમલમાં મૂકી
- ભારતીય સશસ્ત્ર દળોની હવાઈ ક્ષમતાઓમાં હવે નોંધપાત્ર વધારો થશે
ચીન ઘણીવાર પૂર્વી લદ્દાખ અને સિયાચીન ગ્લેશિયરમાં પોતાનું વર્ચસ્વ બતાવવાનો પ્રયાસ કરે છે પરંતુ હવે તેનું વર્ચસ્વ કામ કરશે નહીં.ભારતે આ વિસ્તારોમાં ડ્રેગનને નિયંત્રિત કરવા માટે ‘પ્રચંડ’ યોજના અમલમાં મૂકી છે. ભારતીય સેના આ વિસ્તારોમાં 145 LCH તૈનાત કરશે જે 16 હજાર ફૂટની ઊંચાઈ સુધી ડ્રેગનનો પીછો કરશે. ભારતીય સેનાને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL પાસેથી 145 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર LCH ખરીદવાના સોદા માટે મંજૂરી મળી ગઈ છે.
– લડાયક હેલિકોપ્ટર ‘પ્રચંડ’
આ સોદાને ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળવાની પણ શક્યતા છે.આ સાથે ભારતીય સશસ્ત્ર દળોની હવાઈ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થશે.ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પરના તણાવને ધ્યાનમાં રાખીને LCHની ખરીદી ભારતની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવાની વ્યૂહરચનાનો એક ભાગ છે આ લડાયક હેલિકોપ્ટરને ‘પ્રચંડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
-પૂર્વી લદ્દાખ માટે LCH યોગ્ય
HAL એ આ હળવા લડાયક હેલિકોપ્ટર ઊંચાઈ પર કામગીરી માટે ડિઝાઇન કર્યા છે.આ એકમાત્ર એટેક હેલિકોપ્ટર છે જે 16400 ફૂટ એટલે કે લગભગ પાંચ હજાર મીટરની ઊંચાઈ સુધી ઉડવા અને ઉતરવા માટે સક્ષમ છે.આ LCH સિયાચીન ગ્લેશિયર અને પૂર્વી લદ્દાખ જેવા પડકારજનક ભૂપ્રદેશોમાં જમાવટ માટે યોગ્ય છે.આ હેલિકોપ્ટર અદ્યતન શસ્ત્રોથી સજ્જ છે.આમાં હવાથી હવા અને હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલો,રોકેટ અને ટરેટ ગનનો સમાવેશ થાય છે.આ LCHs દુશ્મન ટેન્ક બંકર અને હવાઈ ખતરાઓનો અસરકારક રીતે સામનો કરવા સક્ષમ છે.આ ઉપરાંત તે LCH વાયુ સંરક્ષણ પ્રણાલીને પણ નષ્ટ કરી શકે છે.