હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 માર્ચે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુર સંઘ કાર્યલયની મુલાકાતે જશે
- PM નરેન્દ્ર મોદી રેશમબાગ સ્થિત સ્મૃતિ મંદિરમાં કાર્યક્રમોમાં ભાગ લેશે
- PM મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાસ્થાપક ડૉ. હેડગેવારજીને શ્રદ્ધાંજલિ આપશે
- નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કરી જાહેર સભા સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 માર્ચના રોજ મહારાષ્ટ્રમાં નાગપુર જશે.રેશમબાગ સ્થિત સ્મૃતિ મંદિરમાં ઘણા કાર્યક્રમમાં ભાગ લેશે.તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાસ્થાપક ડૉ. કેશવ બલીરામ હેડગેવારજીને શ્રદ્ધાંજલિ આપશે.
વડાપ્રધાન કાર્યાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી 30 માર્ચે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે.તેઓ સવારે 9 વાગ્યે નાગપુર જશે અને સ્મૃતિ મંદિરની મુલાકાત લેશે અને ત્યારબાદ દીક્ષાભૂમિ જશે.સવારે લગભગ 10 વાગ્યે તેઓ નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કરશે અને એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
બપોરે લગભગ 12:30 વાગ્યે વડાપ્રધાન નાગપુરમાં સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ ખાતે લોઇટરિંગ મ્યુનિશન ટેસ્ટિંગ રેન્જ અને યુએવી માટે રનવે સુવિધાનું ઉદ્ઘાટન કરશે.આ ઉપરાંત વડાપ્રધાન છત્તીસગઢના બિલાસપુરની મુલાકાત લેશે અને બપોરે લગભગ 3.30 વાગ્યે 33,700 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
હિન્દુ નવા વર્ષની શરૂઆત નિમિત્તે સંઘના પ્રતિપદા કાર્યક્રમ સાથે વડાપ્રધાન સ્મૃતિ મંદિરની મુલાકાત લેશે. તેઓ દીક્ષાભૂમિની પણ મુલાકાત લેશે અને ડૉ.આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે જ્યાં તેમણે 1956 માં તેમના હજારો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.વડાપ્રધાન માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કરશે, જે માધવ નેત્રાલય આંખ સંસ્થા અને સંશોધન કેન્દ્રનું નવું વિસ્તરણ ભવન છે.
વર્ષ 2014 માં સ્થાપિત તે નાગપુરમાં સ્થિત એક અગ્રણી સુપર-સ્પેશિયાલિટી નેત્ર ચિકિત્સા સુવિધા છે.આ સંસ્થાની સ્થાપના માધવરાવ સદાશિવરાવ ગોલવલકર જેઓ ગુરુજી તરીકે જાણીતા છે તેમની યાદમાં કરવામાં આવી હતી.આગામી પ્રોજેક્ટમાં 250 બેડની હોસ્પિટલ,14 આઉટ-પેશન્ટ વિભાગ (OPD) અને 14 મોડ્યુલર ઓપરેશન થિયેટર હશે,જેનો ઉદ્દેશ્ય લોકોને સસ્તી અને વિશ્વસ્તરીય આંખની સંભાળ સેવાઓ પૂરી પાડવાનો છે.
વડાપ્રધાન મોદી નાગપુરમાં સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડની દારૂગોળાની સુવિધાની મુલાકાત લેશે. તેઓ માનવરહિત હવાઈ વાહનો (UAV) માટે નવા બનેલા 1250 મીટર લાંબા અને 25 મીટર પહોળા રનવેનું ઉદ્ઘાટન કરશે.આ સાથે તેઓ લાઈવ મ્યુનિશન અને વોરહેડ ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે જેથી લોઈટરિંગ મ્યુનિશન અને અન્ય ગાઈડેડ મ્યુનિશનનું પરીક્ષણ કરી શકાય.
છત્તીસગઢના બિલાસપુરમાં વડાપ્રધાન મોદી 33,700 કરોડ રૂપિયાથી વધુના વીજળી, તેલ અને ગેસ,રેલ,માર્ગ, શિક્ષણ અને આવાસ ક્ષેત્રોને લગતા અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે.
ગ્રામીણ પરિવારો માટે પોસાય તેવા આવાસની સુલભતા સુનિશ્ચિત કરવા અને તેમના સ્વાસ્થ્ય,સલામતી અને એકંદર જીવનની ગુણવત્તામાં સુધારો કરવાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરતા,પ્રધાનમંત્રી આવાસ યોજના -ગ્રામીણ (PMAY-G) હેઠળ 3 લાખ લાભાર્થીઓનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે અને પ્રધાનમંત્રી યોજના હેઠળ કેટલાક લાભાર્થીઓને ચાવીઓ સોંપશે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર