હેડલાઈન :
- મ્યાનમાર અને થાઈલેન્ડમાં શુક્રવારે આવ્યો વિનાશક ભૂકંપ
- ભયાવહ ભૂકંપથી મ્યાનમારથી થાઇલેન્ડ સુધી તારાજીના દ્રશ્યો
- અત્યાર સુધીમાં 700 થી વધુ લોકોના મૃત્યુ,અનેક લોકો ઘાયલ થયા
- નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં છ લોકોના મોત થયા હતા
- મ્યાનમાર સરકારે રાહત પ્રયાસો માટે રક્તદાનની અપીલ કરી
- ચીન-રશિયાએ બચાવ ટીમો મોકલી,ભારતે લંબોવ્યો મદદનો હાથ
- યુક્ત રાષ્ટ્રએ કટોકટી રાહત કામગીરી માટે $5 મિલિયન ફાળવ્યા
- ભારતે મ્યાનમારને મદદ કરવા માટે 15 ટન રાહત સામગ્રી મોકલી
શુક્રવારે મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 694 લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.બેંગકોકમાં એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં છ લોકોના મોત થયા હતા.મ્યાનમારમાં રાહત પ્રયાસો શરૂ થઈ ગયા છે અને ચીન અને રશિયાએ પણ મદદ મોકલી છે.ભૂકંપના આંચકા થાઈલેન્ડ,મ્યાનમાર અને ચીનમાં અનુભવાયા હતા જેના કારણે મોટા પાયે વિનાશ અને નુકસાન થયું હતું.
– મ્યાનમારમાં ભૂકંપે ભારે તબાહી મચાવી
1. બેંગકોકમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા.
2. ચીનમાં લોકો ભૂકંપના આંચકાથી પણ ડરી ગયા હતા.
3. ભારતે મ્યાનમારને મદદ કરવા માટે સામગ્રી મોકલી
શુક્રવારે મ્યાનમારમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો,જેમાં 694 લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.ભૂકંપનું કેન્દ્રબિંદુ માંડલે નજીક હતું અને તેનાથી મ્યાનમાર અને બેંગકોક,થાઇલેન્ડમાં પણ નુકસાન થયું હતું. બેંગકોકમાં એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં છ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
– ભૂકંપની તીવ્રતા
ભૂકંપની તીવ્રતા 7.7 હતી અને ત્યારબાદ અનેક આફ્ટરશોક્સ આવ્યા,જેમાંથી એકની તીવ્રતા 6.4 હતી. મ્યાનમારના લશ્કરી શાસને સત્તાવાર રીતે 694 લોકોના મોત અને 730 ઘાયલ થયાની પુષ્ટિ કરી છે.ભારત ઉપરાંત ચીન અને રશિયાએ પણ મ્યાનમારને મદદ મોકલી છે.થાઇલેન્ડના બેંગકોકમાં ભૂકંપના કારણે નિર્માણાધીન 33 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ.ઇમારત ધરાશાયી થવાથી આસપાસના વિસ્તારમાં ભારે ધૂળ અને કાટમાળ ફેલાયો હતો.બેંગકોકમાં લોકો ભાગતા જોવા મળ્યા હતા અને રાહત કાર્ય ચાલુ હતું.
– સહાય અને રાહત પ્રયાસોની શરૂઆત
મ્યાનમાર સરકારે રાહત પ્રયાસો માટે રક્તદાનની અપીલ કરી અને વિદેશી સહાય સ્વીકારી.ચીન અને રશિયાએ બચાવ ટીમો મોકલી જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ કટોકટી રાહત કામગીરી માટે $5 મિલિયન ફાળવ્યા.
– ચીનમાં ભૂકંપના આંચકા
ચીનના યુનાન અને સિચુઆન પ્રાંતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ચીનના રુઈલી શહેરમાં આવેલા ભૂકંપથી કેટલીક ઇમારતોને નુકસાન થયું હતું અને રહેવાસીઓ પણ તેની તીવ્રતાથી પ્રભાવિત થયા હતા.
– અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી ઉઠી
શનિવારે સવારે મ્યાનમાર અને થાઈલેન્ડ ઉપરાંત અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી.જોકે હજુ સુધી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર આવ્યા નથી.
– ભારતે રાહત સામગ્રી મોકલી
ભારતે મ્યાનમારને મદદ કરવા માટે 15 ટન રાહત સામગ્રી મોકલી છે. ભારતીય વાયુસેનાનું C-130J સુપર હર્ક્યુલસ વિમાન હિંડોન વાયુસેના સ્ટેશનથી રાહત સામગ્રી લઈને મ્યાનમાર જવા રવાના થયું.
શનિવારે સવારે ભારતીય વાયુસેનાના સ્ટેશન હિંડોનથી 15 ટન રાહત સામગ્રી મ્યાનમાર મોકલવામાં આવી હતી. આ રાહત સામગ્રી ભારતીય વાયુસેનાના વિમાન C 130 J દ્વારા મ્યાનમાર પહોંચાડાઈ હતી. રાહત સામગ્રીમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ખોરાક, વૉટર પ્યૂરીફાયર, સફાઈ કીટ, સૌર લેમ્પ, જનરેટર સેટ, આવશ્યક દવાઓ (પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ, કેન્યુલા, સિરીંજ, મોજા, કોટન બેન્ડેજ, પેશાબની થેલીઓ વગેરે)નો સમાવેશ થાય છે.