હેડલાઈન :
- વકફ સુધારા બિલ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન
- વકફ સુધારા બિલ બંધારણની ભાવના અનુસાર : અમિત શાહ
- વકફ સુધારા બિલ આ સત્ર દરમિયાન રજૂ થશે : અમિત શાહ
- વક્ફ બોર્ડે દિલ્હીના 123 મુખ્ય સ્થળોને પોતાની મિલકત જાહેર કરી : શાહ
- બજેટમાં ચર્ચા માટે કોંગ્રેસને 45 ટકા સમય આપવામાં આવ્યો : અમિત શાહ
- અમિત શાહે રાહુલ ગાંધીને સંસદમાં બોલવાની તક ન આપવાના આરોપોને નકાર્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર વર્તમાન સત્રમાં જ વક્ફ સુધારા બિલ લાવશે.તેમણે કહ્યું કે તેમની સરકાર બંધારણની ભાવના અનુસાર વકફ બિલ લાવી છે.વકફ સુધારા બિલ ‘પૂર્વવર્તી’ નથી.કોઈપણ પૂર્વ-નિર્ણિત વકફ મિલકત માટે કોઈ જોગવાઈ નથી તેના બદલે નવા બિલમાં કોર્ટને ફક્ત વિવાદિત મુદ્દાઓ પર વિચાર કરવાનો અધિકાર હશે.
– વક્ફ બોર્ડે દિલ્હીના 123 મુખ્ય સ્થળોને પોતાની મિલકત જાહેર કરી
તેમણે કહ્યું કે વક્ફ બોર્ડે દિલ્હીના 123 મુખ્ય સ્થળોને પોતાની મિલકત જાહેર કરી છે. પ્રયાગરાજમાં આવેલો ઐતિહાસિક ચંદ્રશેખર આઝાદ પાર્ક જ્યાં વીર આઝાદે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું તેને પણ વકફ મિલકત જાહેર કરવામાં આવી હતી.અમિત શાહે કહ્યું કે 2013માં કોંગ્રેસ પાર્ટીએ સંસદના છેલ્લા સત્રમાં કોઈ લાંબી ચર્ચા વિના વકફ બિલ પસાર કર્યું હતું.આ બિલ પસાર કરીને પાર્ટીએ તેની તુષ્ટિકરણની નીતિને આગળ વધારવા અને વોટ બેંક બનાવવા માટે ઘણી જોગવાઈઓ કરી છે.આ કાયદો બંધારણ સાથે મેળ ખાતો નથી.
– બજેટમાં ચર્ચા માટે કોંગ્રેસને 45 ટકા સમય આપવામાં આવ્યો
અમિત શાહે રાહુલ ગાંધીને સંસદમાં બોલવાની તક ન આપવાના આરોપોને નકારી કાઢ્યા.તેમણે કહ્યું કે સંસદમાં થતી ચર્ચાઓમાં તેમના પક્ષને સમય આપવામાં આવે છે.બજેટમાં કોંગ્રેસને 45 ટકા સમય આપવામાં આવ્યો હતો. કોણે વાત કરવી એ તેમણે નક્કી કરવાનું છે.અમે તેને રોકી શકતા નથી પણ તે આ સમય દરમિયાન તેઓ વિયેતનામમાં હતા.બિહારના મુદ્દા પર અમિત શાહે કહ્યું કે મને વિશ્વાસ છે કે આ વખતે બિહારમાં પહેલા કરતા વધુ બેઠકો સાથે NDA સરકાર પૂર્ણ બહુમતી સાથે બનશે.